વિરમગામ હાઈવે પર અકસ્માત, ત્રણના મોત, 20 લોકો ઈજાગ્રસ્ત

0
32

અમદાવાદ: વિરમગામ- માલવણ હાઇવે પર છોટા હાથી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3ના મોત અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે વિરમગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ડ્રાઇવર ગાડીમાં ઓવરલોડ લોકોને બેસાડીને જતો હતો. જેના કારણે અકસ્માત સર્જાયો હોય તેવી ચર્ચા થઇ રહી છે. પોલીસે સમગ્ર ઘટનાની જાણકારી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here