વિરાટ-અનુષ્કાએ લગ્ન કરવા માટે ચલાવ્યું હતું આટલુ મોટુ જુઠ્ઠાણુ, એક વર્ષ બાદ સામે આવી હકીકત

0
60

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યે અનુષ્કા શર્માને 10 વર્ષ પૂરા થઇ ચુક્યાં છે. અનુષ્કાએ ફિલ્મ ‘રબને બના દી જોડી’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. આ ઉપરાંત અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ડિસેમ્બર 2017માં ઇટલીમાં સિક્રેટ વેડિંગ કર્યા હતા.

અનુષ્કા મોટાભાગે પોતાની પર્સનલ લાઇફ વિશે મીડિયા સામે વધુ ખુલીને વાત નથી કરતી. કોઇપણ પ્રેસ કોન્ફરન્સમાં આવતાં જ તેની તરફથી ફરમાન આપી દેવામાં આવે છે કે કોઇપણ પત્રકાર તેની પર્સનલ લાઇફ સાથે સંબંધિત સવાલ ન પૂછે. તેવામાં બહુ ઓછી વાર એવું બન્યુ હશે જ્યારે તે પોતાના અંગત જીવન વિશે ખુલીને બોલી હશે.

તાજેતરમાં જ વોગને આપેલા ઇન્ટરવ્યુમાં અનુષ્કાએ પોતાની સીક્રેટ વેડિંગના અનેક રહસ્યો છતાં કર્યા. તેણે જણાવ્યું કે લગ્નને સીક્રેટ રાખવા માટે તેણે કેટરરને પોતાના ખોટા નામ જણાવ્યાં હતા. અનુષ્કાએ કહ્યું કે, અમે હોમ સ્ટાઇલ વેડિંગ ઇચ્છતાં હતાં. અમારા લગ્નમાં ફક્ત 42 લોકો હતા. તમામ પરિવાર અને મિત્રો. હું મોટા સેલેબ્રિટી વેડિંગ ઇચ્છતી ન હતી.

અનુષ્કાએ જણાવ્યું કે, અમે કેટરર સાથે વાત કરતાં તેને ખોટા નામ જણાવ્યાં હતા. વિરાટે તેનું નામ રાહુલ જણાવ્યું હતુ. અનુષ્કા અને વિરાટે આશરે 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતાયં લગ્ન બાદ સામે આવેલી તસવીરો પરથી ફેન્સને જાણ થઇ કે તેમણે સીક્રેટ વેડિંગ કર્યા છે.

પર્સનલ લાઇફની વાત કરીએ તો અનુષ્કા અને વિરાટ પોતાના લગ્નજીવનને એન્જોય કરી રહ્યાં ચે. આ ઉપરાંત ભારત આ વર્ષે જૂનમાં વિરાટની કેપ્ટન્સીમાં વર્લ્ડકપ રમવા જઇ રહ્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા હાલમાં જ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં નજરે આવી હતી. ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here