Wednesday, December 8, 2021
Homeવિરાટ-અનુષ્કાએ Australian ઓપનની મેચનો ઉઠાવ્યો આનંદ
Array

વિરાટ-અનુષ્કાએ Australian ઓપનની મેચનો ઉઠાવ્યો આનંદ

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ પત્ની અને બોલિવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પૂર્ણાહુતિ બાદ થોડો સમય ઓસ્ટ્રેલિયામાં પસાર કર્યો છે. શનિવારે વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે ઓસ્ટ્રેલિયન ઓપનની મેચનો આનંદ ઉઠાવ્યો.

આ સમય દરમિયાન વિરાટ કોહલમીએ અનુષ્કા સાથે ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર સાથે ફોટો પણ પડાવ્યો. ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ મેચ જોતા તેની અને અનુષ્કાની સેલ્ફી ટવિટર પર પોસ્ટ કરી હતી.

જો કે એવું લાગી રહ્યું છે કે વિરાટ-અનુષ્કાએ અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ તેમજ ઉક્રેનની ડાયના યેસ્ત્રેમસ્કા અને નોવાક જોકોવિચ-ડેનિ શાપોવાલોવ વચ્ચેની મેચનો આનંદ ઉઠાવ્યો.

ટીમ ઇન્ડિયાના સુકાનીની જેમ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ ઓસ્ટ્રેલિયા ઓપનની મેચ જોઇ હતી. શાસ્ત્રીએ ટવિટર પર ફોટો શેર કરી લખ્યું હતું કે કોઇપણ પ્રેશર વગર ટેનિસ મેચ જોવી એક શાનદાર અનુભવ છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ભારતનો પ્રથમ સુકાની બન્યો છે જેને ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક જ પ્રવાસમાં ટેસ્ટ અને દ્વીપક્ષીય વન ડે શ્રેણી જીતી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments