Friday, December 3, 2021
Homeવિરાટ-અનુષ્કાના જીવનમાં આવશે ભૂકંપ,કોહલી સાથેના સંબંધોને લઇને સોફિયા હયાતે કર્યો મોટો ધડાકો
Array

વિરાટ-અનુષ્કાના જીવનમાં આવશે ભૂકંપ,કોહલી સાથેના સંબંધોને લઇને સોફિયા હયાતે કર્યો મોટો ધડાકો

ભારતીય ક્રિકેટર રોહિત શર્માના જીવનમાં ભૂકંપ લાવ્યા બાદ સોફિયા હયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે સોફિયા રોહિતને લઇને નહી પરંતુ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી પર કરેલા વિવાદિત ટ્વિટના કારણે ચર્ચામાં આવી છે. સોફિયાના સોશિયલ એકાઉન્ટ પરથી રોહિત શર્મા અને વિરાચ કોહલી સાથે સંબંધિત અનેક પર્સનલ અને વિવાદિત ટ્વિટ કરવામાં આવ્યાં છે.

આ ટ્વીટ વાયરલ થયા બાદ સોફિયાએ એક વીડિયો શેર કરીને આ તમામ ટ્વિટને ખોટા અને ફોટોશોપ થયા હોવાનું જણાવ્યું છે. સોફિયા હયાતના સોશિયલ એકાઉન્ટ પર વિરાટ કોહલી અને રોહિત શર્માને લઇને કેટલીક વાંધાજનક ટ્વીટ્સ કરવામાં આવી છે. ટ્વીટ્સ ઉપરાંત, વિરાટ અને રોહિત સાથે સોફિયાના ફોટા પણ ખૂબ વાયરલ બની રહ્યા છે.

આ ફોટા અને ટ્વીટ્સ પર કમેન્ટ કરતા લોકો વિરાટ કોહલી અને રોહિત શર્માને ભારતીય ટીમમાંથી બરતરફ કરવાની માંગ કરી રહ્યાં છે. આ દરમિયાન, સોફિયાએ તેના સોશિયલ એકાઉન્ટ પર વિડિઓ પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે. સોફિયાએ કહ્યું છે કે આ ટ્વીટ્સ એડિટ અને ફોટોશોપ કરવામાં આવી છે, તેને હકીકત સાથે કંઇ લેવા-દેવા નથી.

સોફિયાએ કહ્યું છે, ‘કૃપા કરીને તે ટ્વીટ્સ પર વિશ્વાસ ન કરો કારણ કે તે સાચું નથી. જે લોકો આ ટ્વિટ્સ પર વિશ્વાસ કરીને વિરાટને સસ્પેન્ડ કરવાની વાત કરે છે, તે મૂર્ખ છે. વિરાટ કોહલી સાથે મારો કોઈ સંબંધ નથી. તે સાચું છે કે રોહિત અને હું રિલેશનશીપમાં હતા, પરંતુ થોડા સમય પછી અમે અલગ થઇ ગયા હતા. મેં રોહિત અને મારા સંબંધ વિશે પહેલેથી જ જાણ કરી છે. કૃપા કરીને તેના વિશે આવી ટિપ્પણી કરશો નહીં.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments