વિવાદીત નિવેદનને લઇ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વાઘાણીનું પૂતળાદહન, 3 મહિલા કાર્યકર દાઝી

0
28

રાજકોટ: જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી વિશે કરેલા વિવાદીત નિવેદનને લઇ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીના પૂતળાનું દહન કર્યું હતું. જેમાં કોંગ્રેસની ત્રણ મહિલાઓ હાથના ભાગે દાઝી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. તેમજ જીતુ વાઘાણી માફી માગે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

દીવાસળી ચાંપતા જ જ્વાળા ભભૂકી

મહિલા કાર્યકરો પૂતળા પર હાથ વડે માર મારતી હતી. આ સમયે એક મહિલાએ પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપતા જ્વાળા ભભૂકી ઉઠી હતી અને મહિલાના હાથ સાથે ચોટી હતી. આથી બધી મહિલાઓ દૂર હટી ગઇ હતી અને એક મહિલાના હાથમાં આગ હતી પરંતુ તેણે તુરંત જ હાથ ઝાપટતા આગ બૂઝી ગઇ હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

ભાવનગરમાં કોંગ્રેસે વાઘાણીનો ઘેરાવ કરવાની ચિમકી આપી

ભાવનગર કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીનો ઘેરાવ કરવા ચિમકી ઉચ્ચારી છે. જેને લઇને ભાવનગર સ્થિત વાઘાણીના નિવાસસ્થાને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here