વિવાદોથી બદનામ થયેલી જેએનયુનો શૈક્ષણિક રેન્કીંગમાં ટોપ ટેનમાં સમાવેશ

0
15

નવી દિલ્હી તા.11
પાટનગરની જવાહરલાલ નહેરુ યુનિ. હાલ વિવાદમાં છે તે સમયે જ યુનિ. રેન્કીંગમાં જેએનયુને ઉચ્ચ શિક્ષણ મળે દેશની શ્રેષ્ઠ યુનિ.ઓમાં સ્થાન મળ્યું છે. જેએનયુના સમાચાર હંમેશા વિવાદ હોય ત્યારે જ આવે છે પરંતુ હાલમાં જ દેશની ટોચની 8 શિક્ષણ સંસ્થાઓમાં જેએનયુ એકજ છે કે જે કેન્દ્રીય યુનિ.નો દરજજો ધરાવે છે.

અન્ય તમામમાં આઈઆઈટી મદ્રાસ પ્રથમ ક્રમે, ઈન્ડિયન ઈન્સ્ટીટયુ ઓફ સાયન્સ બેંગ્લોર બીજા ક્રમે, આઈઆઈટી દિલ્હી ત્રીજા ક્રમે આઈઆઈટી બોમ્બે ચોથા ક્રમે, આઈઆઈટી પાંચમાં ક્રમે અને જેએનયુ છઠ્ઠા ક્રમે છે.

ટોચમાં રૂરકી અને ગુવાહાટી આઈઆઈટીનો નંબર આવે છે અને અંતિમ સ્થાને બનારસ યુનિ. છે. આ રેન્કીંગ કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગે જ આપ્યું છે. સરકાર દ્વારા સ્વતંત્ર રેન્કીંગના આધારે આ પસંદગી કરવામાં આવી છે અને તેમાં શિક્ષણ, સંશોધન તથા યુનિ.માં વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારે 2015 થી નેશનલ ઈન્સ્ટીટયુશનલ રેન્કીંગ પ્રોગ્રામ જાહેર કર્યો અને તેમાં દર વર્ષે દેશની યુનિ.ઓ તથા શિક્ષણ સંસ્થાઓને અલગ અલગ રેન્કીંગ અપાય છે તેના આધારે તેની શ્રેષ્ઠતા નકકી થાય છે. જેમાં હવે જેએનયુ દર વર્ષે શ્રેષ્ઠ ક્રમાંકમાં જ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here