વિવેક ઓબેરોયે માફી માગી કહ્યું- મહિલાઓના અપમાન વિશે વિચારી પણ ન શકું

0
54

નવી દિલ્હી: અભિનેતા વિવેક ઓબેરોયે ઐશ્વર્યા રાય અંગના શેર કરેલા મીમ પર અંતે માફી માંગી છે. તેમણે લખ્યું છે કે, પહેલી નજરે જે વાત એક માણસને મજાક લાગે તે જરૂરી નથી બીજી વ્યક્તિને પણ એવી જ લાગે. મેં છેલ્લાં 10 વર્ષમાં 2000થી વધુ અનાથ છોકરીઓને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. હું ક્યારેય કોઈ મહિલાના અપમાન વિશે વિચારી જ ન શકું. વિવેકે ટ્વિટ ડિલીટ કરીને કહ્યું છે કે, જો કોઈ પણ મહિલાને આ ટ્વિટથી દુખ થયું હોય તો મને એ વાતનું દુખ છે.

આ પહેલાં વિવેકે મીમ વિશે કોઈ પણ પ્રકારની માફી માગવાનો ઈન્કાર કર્યો હતો. વિવેકે આરોપ લગાવ્યો હતો કે, નેતા તેમની વાતનું રાજકારણ કરી રહ્યા છે અને એક મજાકથી તેમને જેલમાં નાખવા માંગે છે. હકીકતમાં વિવેકે જે ફોટો પોસ્ટ કર્યો હતો તે ત્રણ તસવીરોને ભેગો કરીને બનાવવામાં આવ્યો હતો. તેમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, વિવેક પોતે અને આરાધ્યા અલગ અલગ સ્ટેજમાં હતા.

વિવેકે કહ્યું હતું કે, આ મજાકમાં પોસ્ટ કરવામાં આવેલી તસવીર હતી અને તેનાથી તેને કોઈ વાંધો નથી. પરંતુ ઘણાં નેતા આને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. તે લોકો ચોક્કસ મુદ્દા પર કામ નથી કરતા અને આવી વાતોને મુદ્દા બનાવી રહ્યા છે.

એનસીપીના નેતાએ કહ્યું હતું- ધરપકડ કરો: મહારાષ્ટ્રના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ વિવેકની આ ટ્વિટનો વિરોધ નોંધાવ્યો હતો. એનસીપી નેતાએ કહ્યું હતું, કોઈ એક પદ્મશ્રી સન્માનિત વ્યક્તિ આવી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે? રાષ્ટ્રીય અને રાજ્ય મહિલા કમીશન શું કરી રહ્યા છે? પાર્ટીએ કહ્યું હતું કે, વિવેક ઓબેરોય સામે એક્શન લેવામાં આવે. તેમની ધરપકડ થવી જોઈએ.

ટ્વિટમાં કઈ જ વિવાદિત નથી: વિવેકે કહ્યું, પશ્ચિમ બંગાળમાં દીદી છે જે લોકોને માત્ર મીમ બનાવવા કારણે જેલમાં નાખી દે છે. હવે આ લોકો વિવેક ઓબેરોયને પણ જેલના સળીયા પાછળ નાખવા માગે છે. પહેલાં આ લોકો મારી ફિલ્મ રોકવામાં નિષ્ફળ રહ્યા અને તેથી હવે મને જેલમાં મોકલવાનો પ્રયત્ન કરે છે. વિવેકે કહ્યું, ટ્વિટમાં કઈ જ વિવાદિત નહતું. જો આ સંજોગોમાં મેં કઈ ખોટું નથી કર્યું તો હું માફી નહીં માંગુ.

રાંચીના યુવકે અપલોડ કરી હતી તસવીર: સોશિયલ મીડિયા પર આ તસવીર રાંચીના પવન સિંહે તેના ટ્વિટર હેન્ડલથી અપલોડ કરી હતી. વિવેકે તેને શેર કરી હતી. તેમાં વિવેકે લખ્યું હતું કે, તસવીર તેને ક્રિએટીવ લાગી, તેથી તેણે શેર કરી છે. આ કોઈ પોલિટિક્સ નથી. આ જ જીવન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here