વિવેક ઓબેરોયે સોનમ કપૂરને જવાબ આપતા કહ્યું, ફિલ્મ્સની સાથે સોશિયલ મીડિયામાં પણ ઓછું ઓવર રિએક્ટ કરે

0
52

મુંબઈઃ બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયે ઐશ્વર્યા રાય બચ્ચન પર બનેલું મીમ શૅર કર્યાં બાદ ટ્વીટ ડિલીટ પણ કરી નાખી છે અને માફી પણ માંગી છે. વિવેકના આ મીમ પર બોલિવૂડ સેલેબ્સે પણ વિરોધ કર્યો હતો. સોનમ કપૂરે આ પોસ્ટ પર લખ્યું હતું કે ધૃણાસ્પદ તથા ક્લાસલેસ. હવે સોનમની આ કમેન્ટ પર વિવેક ઓબેરોયે પ્રતિક્રિયા આપી હતી. વિવેકે સોનમને જવાબ આપતા કહ્યું હતું કે તમે તમારી ફિલ્મ્સમાં થોડી ઓછી ઓવર એક્ટિંગ કરો અને સોશિયલ મીડિયામાં થોડું ઓછું ઓવર રિએક્ટ કરો.

વિવેકનો જવાબ
વિવેકે ન્યૂઝ એજેન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મને લાગે છે કે ક્યારેક ક્યારેક કેટલાંક લોકો કૂલ બનવા માટે ટ્વિટર પર આ બધી વસ્તુઓ લખે છે. હું સોનમ કપૂરને પૂછવા માંગું છું કે તેણે મહિલા સશક્તિકરણ પર કેટલું કામ કર્યું? છેલ્લાં 10 વર્ષમાં અમે 2200 બાળકીઓને પ્રોસ્ટિટ્યૂશનમાંથી બચાવી છે. મફત શિક્ષણ, આરોગ્ય, ભોજન આપીને મહિલાઓને સશક્ત કરવામાં આવે છે. આમાંથી ઘણી બાળકીઓ સ્કોલરશીપ પર યુએસ, યુકે અને કેનેડામાં ભણી રહી છે. મને લાગે છે કે મેં આ કામ કર્યું છે અને આના ડોક્યૂમેન્ટ્સ પણ છે. ફોર્બ્સ તથા ઈન્ટરનેશનલ મેગેઝીનમાં આ બધું છપાયું પણ છે.’

મહિલા સશક્તિકરણ પર 10 વર્ષથી કામ કરી રહ્યો છું
વિવેકે આગળ કહ્યું હતું, ‘હું ત્યારથી સશક્તિકરણ પર કામ કરી રહ્યો છું જ્યારે સોનમ કપૂર પોતાના મેકઓવર પર કામ કરતી હતી. હું એટલું જ કહેવા માગીશ કે સોનમ કપૂર તું એક સારી યુવતી છે. તારા પિતા અનિલ કપૂરને હું માન આપું છું. તેથી જ તમે જે વાત લખી છે, તેના પર હું જવાબ આપવા ઈચ્છુ છું. હું અંગત રીતે માનું છું અને સલાહ આપું છું કે તમારે તમારી ફિલ્મ્સમાં થોડી ઓછી ઓવર એક્ટિંગ કરવી જોઈએ અને સોશિયલ મીડિયામા ઓછું ઓવર રિએક્ટ કરવું જોઈએ. તમારા કરિયર માટે ઓલ ધ બેસ્ટ. હું મહિલા સશક્તિકરણ પર છેલ્લાં 10 વર્ષથી કામ કરી રહ્યો છું અને તેમાં કંઈ ખોટું નથી. જો કોઈની લાગણી હર્ટ થઈ હોય તો તે આવીને કહેશે’ વિવેકે મીમવાળી ટ્વીટ ડિલીટ કરીને કહ્યું હતું કે જો કોઈ પણ મહિલાને આ ટ્વીટથી દુઃખ થયું હોય તો તેને એ વાતનું દુઃખ છે.

શું હતું મીમમાં?
વિવેક ઓબેરોયે જે મીમ ટ્વીટ કરી હતી, તેમાં ત્રણ તસવીરો હતી. સૌ પહેલી તસવીરમાં ઐશ્વર્યા તથા સલમાન ખાન હતાં, જેને કેપ્શન આપવામાં આવ્યું હતું ઓપિનિયન પોલ. ત્યારબાદ બીજી તસવીરમાં ઐશ્વર્યા રાય તથા વિવેક ઓબેરોય હતાં. જેના પર લખવામાં આવ્યું હતું એક્ઝિટ પોલ. અંતિમ અને ત્રીજી તસવીરમાં ઐશ્વર્યા રાય પતિ અભિષેક તથા દીકરી આરાધ્યા સાથે હતી. આના પર લખવામાં આવ્યું હતું રિઝલ્ટ. આ મીમ શૅર કરીને વિવેક ઓબેરોયે કેપ્શન આપ્યું હતું, ‘કોઈ જ રાજકરણ નહીં. આ તો બસ માત્ર જીવન છે…’

રાંચીના યુવકે શૅર કરી હતી
ટ્વિટર પર આ મીમ રાંચીના પવનસિંહ જોષીએ પોસ્ટ કર્યું હતું. પવનસિંહની આ પોસ્ટને વિવેકે ટ્વિટર પર શૅર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here