વિશાખાપટ્ટનમની ફાર્મા કંપનીમાં ગેસ લીકેજથી બે લોકોનાં મોત, 4ની હાલત ગંભીર

0
0
ગેસ લીકેજની અસર પરવાદા ફાર્મા સિટીના બે કિલોમીટર આસપાસના વિસ્તારમાં જોવા મળી રહી છે
ગેસ લીકેજની અસર પરવાદા ફાર્મા સિટીના બે કિલોમીટર આસપાસના વિસ્તારમાં જોવા મળી રહી છે
  • ગેસ લીકેજની અસર પરવાદા ફાર્મા સિટીના બે કિલોમીટર આસપાસના વિસ્તારમાં જોવા મળી રહી છે

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) સ્થિત એક ફાર્મા કંપનીની ફેક્ટરીમાં ઝેરી ગેસ લિક (Gas Leak at Pharma Company) થવાનો મામલો સામે આવ્યો છે. મળતી જાણકારી મુજબ, ગેસ લીકેજના કારણે અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે.

તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના મંગળવાર સવારે બની. પ્રશાસેન આસપાસના ગામોને ખાલી કરાવી દીધા છે. પરવાદા ફાર્મા સિટીના બે કિલોમીટર આસપાસના વિસ્તારમાં ગેસ લીકેજની અસર જોવા મળી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ગેસ લીકેજ પરવાદા ફાર્મ સિટીના લાઇફ સાયન્સની ફેક્ટરમાં થયો. મળતી માહિતી મુજબ અહીં ઓછામાં ઓછા 30 લોકો કામ કરી રહ્યા હતા. ઝેરી ગેસના કારણે ચાર લોકોની તબિયત બગડી ગઈ છે. તેમાંથી એકની સ્થિતિ ગંભીર બનેલી છે. તમામને ગજુવાકા પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મૃતકોની ઓળખ નરેન્દ્ર અને ગૌરી શંકર તરીકે થઈ છે.

ફાર્મા કંપનીના અધિકારી હાલમાં લીકેજ સાઇટ પર હાજર છે. પરવાદા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઉદય કુમારે કહ્યું કે, જે બે લોકોનાં મોત થયા છે, તેઓ દુર્ઘટના સમે સાઇટ પર હાજર હતા. હાલ સ્થિતિ કાબૂમાં છે. ગેસ બીજે ફેલાયો નથી.

ઉલ્લેખનીય છે કે, બે મહિનામાં ગેસ લીકેજની આ બીજી ઘટના છે. આ પહેલા એલજી પોલિમરની કેમિકલ ફેકટીમાં 7 મેના રોજ એક મોટી ગેસ લીકેજ દુર્ઘટના થઈ હતી. જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયા હતા.