Monday, September 20, 2021
Homeવિશેષ : દેશના 4 લાખ સેલરમાંથી કચ્છનો માજીખાન બન્યો એમેઝોનનો એડવર્ટાઇઝીંગ આઇકોન
Array

વિશેષ : દેશના 4 લાખ સેલરમાંથી કચ્છનો માજીખાન બન્યો એમેઝોનનો એડવર્ટાઇઝીંગ આઇકોન

ભુજઃ ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છનો બન્ની વિસ્તાર પશુપાલનમાં અગ્રેસર છે, તો સાથે સાથે હસ્તકળા માટે પણ પ્રખ્યાત છે. અહીં વસેલી મુસ્લિમ અને હિન્દુ મેઘવાળ જ્ઞાતિના લોકો વંશ પરંપરાગત આ કળાથી જોડાયેલા છે. સિણીયાડો ગામના 30 વર્ષીય માજીખાન મુતવા મડવર્કનો વારસાગત વ્યવસાય કરતો હતો. ધોરણ દસ પાસ માજીખાન ભુજની સંસ્થા ખમીરના પંકજ શાહના સંપર્કમાં આવ્યા અને મહત્વાકાંક્ષી યુવાન કઈ રીતે વધુ માર્કેટ મળે તેની સલાહ લેતા એમેઝોન ઇન્ડિયાના સેલર તરીકે એન્ટ્રી કરી.

તેના જ શબ્દમાં કહીએ તો, ગુણવત્તા અને સમયસર ડિલિવરી પર ધ્યાન આપી કંપનીના ગુડ સેલર તરીકે પ્રગતિ કરી. 2018 ડિસેમ્બરમાં એમેઝોન કંપનીએ ભારતના 4 લાખ વિક્રેતામાંથી 4 પસંદ કર્યા. જેમને જાહેરાતમાં સમાવવામાં આવ્યા. આજે મેટ્રો સિટીમાં જાહેરાત લાગેલી જોઈને એક કચ્છી તરીકે ગર્વ થાય છે. હસ્તકળા કચ્છના અંતરિયાળ ગામોમાં છે. પણ માત્ર બસ્સોની વસ્તી ધરાવતા સિણીયાડોને વિશ્વના ફલક પર લઈ જવામાં આ યુવાનના પ્રયાસ અન્યો માટે પ્રેરણારૂપ છે.

સંસ્થાને બદલે વ્યક્તિગત રીતે વ્યવસાયની ઈચ્છાએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ આપી
સામન્ય રીતે બન્ની ખાવડા કે અબડાસા, લખપત તાલુકાના અંતરિયાળ ગામોના કારીગરો સંસ્થાનો સંપર્ક કરી તેમની કળા કારીગરી તેમને વેંચાણ અર્થે મોકલી આપતા હોય છે. પરંતુ માજીખાને વ્યક્તિગત વેંચાણ કરવાના વિચાર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશનો નિશ્ચય કર્યો, જેને પરિણામે આજે ભારતના દરેક રાજ્યમાંથી તેને ઓર્ડર મળે છે. તેના કહેવા મુજબ ગોવા સિવાય દેશના તમામ રાજ્યને તેની ટ્રેડિશનલ મડવર્કની ફ્રેમ વેંચી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments