Saturday, September 25, 2021
Homeવિશ્વનાં ટોપ-100 ફેમસ ખેલાડીઓનું લિસ્ટ જાહેર થયું, ભારતમાંથી કોહલીએ દબદબો યથાવત રાખ્યો,...
Array

વિશ્વનાં ટોપ-100 ફેમસ ખેલાડીઓનું લિસ્ટ જાહેર થયું, ભારતમાંથી કોહલીએ દબદબો યથાવત રાખ્યો, પણ પહેલા નંબરે….

દર વર્ષે એક રમત જગતની વેબસાઈટ આવા 100 ટોપ ફેમસ ખેલાડીઓની યાદી બહાર પાડે છે. એ જ રીતે આ વર્ષે પણ એક યાદી બહાર પાડી છે. જેમાં પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ સ્થાને છે. આ લિસ્ટમાં ભારતના આઠ ખેલાડીઓ સામેલ છે જેમાં વિરાટ કોહલી સાતમા સ્થાને છે. તેના સિવાય એકેય ભારતીય ટોપ-૧૦માં સામેલ નથી. ધોની ૧૩મા ક્રમે છે. વેબસાઇટે ખેલાડીઓના સર્ચ સ્કોર, તેના એન્ડોર્સમેન્ટ અને સોશિયલ ફોલોઇંગના આધારે આ લિસ્ટ તૈયાર કરી હતી.

રમત / સંખ્યા

ફૂટબોલ / 37

બાસ્કેટબોલ / 16

ક્રિકેટ / 11

ટેનિસ / ૦9

અમેરિકન ફૂટબોલ / ૦8

બોક્સિંગ / ૦6

ગોલ્ફ / ૦4

મિક્સ માર્શલ આર્ટ / 2

બેઝબોલ / 1

ફોર્મ્યુલા વન / 1

સ્નોબોર્ડિંગ / 1

ઈ-સ્પોર્ટ્સ / 1

સ્વિમિંગ / 1

ફિગર સ્કેટિંગ / 1

રોનાલ્ડોનો સર્ચ સ્કોર 100 છે અને તેનાં સોશિયલ મીડિયામાં ફોલોઅર્સની સંખ્યા ૧૪.૮૦ કરોડ છે. તેની પાસે ૩.૭૯ કરોડ ડોલરના એન્ડોર્સમેન્ટ છે. બાસ્કેટબોલના ખેલાડી લેબ્રોન જેમ્સ બીજા સ્થાને છે. તેનો સર્ચ સ્કોર ૪૭ છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા ૪.૫ કરોડ છે. એન્ડોર્સમેન્ટ મામેલ તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી ઘણો આગળ છે. તેની એડવર્ટાઇઝિંગથી થનાર કમાણી ૫.૨ કરોડ ડોલર છે.

આ લિસ્ટમાં સૌથી વધુ સંખ્યા ફૂટબોલર્સની છે જ્યારે ૧૧ ક્રિકેટર્સનો પણ આ લિસ્ટમાં સમાવેશ થયો છે. ક્રિકેટર્સમાં આઠ ભારતીય અને ત્રણ બાંગ્લાદેશના છે. જેમાં શાકિબ, મુશ્ફિકુર રહીમ અને મશરફે મુર્તુઝા સામેલ છે. લિસ્ટમાં આઠ ભારતીયો પૈકી એક માત્ર સાનિયા મિર્ઝાને બાદ કરતાં તમામ પુરુષ ક્રિકેટર્સ છે. તેમાં ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા યુવરાજસિંહ ૧૮મા, સુરેશ રૈના, ૨૨મા અને હરભજનસિંહ ૭૪મા સ્થાને છે. અન્ય ભારતીય ખેલાડીઓમાં અશ્વિન ૪૨મા, રોહિત, ૪૬મા, સાનિયા મિર્ઝા ૪૯મા અને ધવન ૯૪મા સ્થાને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments