વિશ્વના ધનિકોની યાદીમાં જુઓ મુકેશ અંબાણી કયા ક્રમે, વેવાઈનો પણ યાદીમાં સમાવેશ

0
25

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી 50 અબજ ડૉલરની સંપત્તિની સાથે દુનિયાના ધનકુબેરોની યાદીમાં 13માં સ્થાન પર છે. મુકેશ અંબાણી ગત વર્ષે 40.1 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 19મા ક્રમે હતા. આ વર્ષે તેમની સંપત્તિ વધીને 50 અબજ ડોલરે પહોંચી છે. તો બીજી તરફ ઇ- કોમર્સ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પહેલા સ્થાન પર છે. વૈશ્વિક યાદીમાં મુકેશ અંબાણી એકમાત્ર એવા ભારતીય છે જે સતત 11માં વર્ષે પણ આ યાદીમાં મોખરે છે.

મંગળવારે ફોર્બ્સ દ્વારા જારી કરવામાં આવેલા યાદી અનુસાર, 131 અબજ ડૉલરની સાથે જેફ બેઝોસ દુનિયાના સૌથી ધનિક વ્યકિત છે. ગત વર્ષની સરખામણીએ તેમની સંપત્તિમાં 19 અબજ ડૉલરનો વધારો થયો છે. 96.5 અબજ ડૉલરની સંપત્તિ સાથે બીજા સ્થાન પર માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ છે. જ્યારે 82.5 અબજ ડૉલરની સંપત્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વોરન બફેટ ત્રીજા સ્થાન પર છે. લક્ઝરી ગુડ્ઝ કંપની એલવીએમએચના સીઇઓ બર્નાર્ડ આર્નોલ્ટ ચોથા ક્રમે છે. ફેસબુકના માર્ક ઝુકરબર્ગ પાંચમા ક્રમેથી 3 રેન્કની પીછેહઠ સાથે 8મા ક્રમે ફેંકાયા છે. મેક્સિકન બિઝનેસ ટાયકૂન કાર્લોસ સ્લિમ પાંચમા ક્રમે છે.

ટોપ 100માં સ્થાન મેળવનારા અન્ય ભારતીય ધનકુબેરો પૈકી વિપ્રોના અઝીમ પ્રેમજી 22.6 અબજ ડોલરની સંપત્તિ સાથે 36મા, એચસીએલના શિવ નાદર 82મા અને આર્સેલર મિત્તલના લક્ષ્મી મિત્તલ 91મા ક્રમે છે.

લિસ્ટમાં શામેલ છે ભારતીય:

વૈશ્વિક અબજાપતિઓની યાદીમાં ભારતના આદિત્ય બિરલા ગ્રુપ અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા (122માં સ્થાન), અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી (167માં), ભારતીય એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલ (244માં સ્થાન), પતંજલિ આયુર્વેદના સહ-સંસ્થાપક આચાર્ય બાલાકૃષ્ણ (365માં સ્થાન) , પીરામલ એન્ટરપ્રાઇઝીઝના અધ્યક્ષ  અજય પીરામલ (436માં સ્થાન), બાયોકૉનના સંસ્થાપક કિરણ મજૂમદાર શો (617માં સ્થાન), ઇન્ફોસિસના સહ-સંસ્થાપક એન આર નારાયણમૂર્તિ (962માં સ્થાન) અને આરકૉમના ચેમરેન અનિલ અંબાણી (1349માં સ્થાન) શામેલ છે.

ફોર્બ્સ દ્વારા કહેવામાં આવ્યુ કે મુકેશ અંબાણી અમીર ભારતીય છે આ મેગેઝિનના વર્ષ 2018ના શક્તિશાળી લોકોની યાદીમાં તેઓ 32માં સ્થાન પર હતા. તેમણે 2017માં ‘ગ્લોબલ ગેમ ચેન્જર’નો દરજ્જો મેળવ્યો.

ઉલ્લેખનીય છે કે, ફોર્બ્સની આ 33માં વર્ષની રેન્કિંગવાળી યાદીમાં 2153 અબજપતિઓના શામેલ છે જ્યારે 2018માં 2208થી વધુ લોકોના નામ છે. આ વર્ષે અબજપતિઓની કુલ સંપત્તિ 8700 અબજ ડૉલર રહી, જ્યારે 2018માં તેમની કુલ સંપત્તિ 9100 અબજ ડૉલર રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here