Wednesday, September 22, 2021
Homeવિશ્વમાં પહેલી વાર એચઆઈવી પોઝિટિવ મહિલાએ તેના જેવા દર્દીને કિડની આપી
Array

વિશ્વમાં પહેલી વાર એચઆઈવી પોઝિટિવ મહિલાએ તેના જેવા દર્દીને કિડની આપી

બાલ્ટીમોર (અમેરિકા): વિશ્વમાં પહેલી વાર એચઆઇવી પોઝિટિવ મહિલા ડોનરની કિડની એચઆઇવી પોઝિટિવ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઇ છે. આ ઓપરેશન ચાલું અઠવાડિયે જ બાલ્ટીમોરની જોન હોપકિન્સ હોસ્પિટલના ડોક્ટર્સે કર્યું. તેમની ટીમમાં મૂળ ગુજરાતી ડોક્ટર નીરજ મનુભાઇ દેસાઇ પણ હતા. હોસ્પિટલના જણાવ્યા અનુસાર હાલ બંને સ્વસ્થ છે. અત્યાર સુધી મૃત એચઆઇવી પોઝિટિવ ડોનરનાં અંગોનું જ પ્રત્યારોપણ થતું હતું.

કિડની આપનારી મહિલાનું નામ નીના માર્ટિનેજ છે. તે એટલાન્ટામાં રહે છે અને પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ છે. 36 વર્ષીય નીના 6 મહિનાની હતી ત્યારે જ તેને તે એચઆઇવી પોઝિટિવ છે એની જાણ થઇ. તેના કહેવા મુજબ, લોકો વિચારે છે કે એચઆઇવીથી પીડિત અશક્ત થઇ જાય છે. હું તેમને જણાવવા માગુ છું કે તેવું નથી. જુઓ, હું કોઇ સ્વસ્થ ડોનર જેવી જ છું. 35 વર્ષથી આ બીમારી સાથે જીવી રહી છું. આ જીવલેણ બીમારી છતાં કોઇને જીવન આપી શકાય છે. મને આશા છે કે મારા કિસ્સાથી લોકોની માનસિકતા બદલાશે. HIV પીડિત પણ જીવિત રહેવા માટે આગળ આવશે. આ ઓપરેશન ડોક્ટર નીરજ દેસાઇ, ડોક્ટર ડોરી સેગેવ અને તેની ટીમે કર્યું.

વર્ષ 2013 પહેલાં અમેરિકામાં બે એચઆઇવી પોઝિટિવ દર્દીઓ વચ્ચે અંગ પ્રત્યારોપણ નહોતું થઇ શકતું. ડોક્ટર સેગેવના રિસર્ચ બાદ પોલિસી બદલાઇ અને એચઆઇવી પીડિત દર્દીઓ વચ્ચે અંગદાનને મંજૂરી અપાઇ. હોપકિન્સ કિડની એન્ડ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના ડિરેક્ટર ડોક્ટર દેસાઇએ જણાવ્યું કે, જીવિત ડોનર દ્વારા અપાયેલી કિડની લાંબા સમય સુધી કામ કરે છે.

ગયા વર્ષે ફ્રેન્ડને ગુમાવ્યા બાદ કિડની આપવાનું નક્કી કર્યું: નીના
નીનાને કિડની ડોનેટ કરવાનો વિચાર તેની એક ફ્રેન્ડને ગુમાવ્યા પછી આવ્યો. ગત વર્ષે તેની એચઆઇવી પીડિત ફ્રેન્ડને ઓર્ગનની જરૂર હતી. ત્યારે તેણે ડોક્ટર સેગેવને ડોનેશન વિશે પૂછ્યું હતું. ડોનેશન માટે જરૂરી ટેસ્ટ પૂરા થાય તે પહેલાં જ તેની ફ્રેન્ડનું મૃત્યુ થઇ ગયું. પોતાના ફ્રેન્ડ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા નીનાએ એવી વ્યક્તિને કિડની આપવાનું નક્કી કર્યું કે જેને તે ઓળખતી પણ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments