Sunday, November 28, 2021
Homeવિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ભૂમિપૂજનના કાર્યક્રમમા આવતા વાહનો માટે નક્કી કરેલા રૂટ
Array

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ભૂમિપૂજનના કાર્યક્રમમા આવતા વાહનો માટે નક્કી કરેલા રૂટ

અમદાવાદ: આગામી 4 અને 5 માર્ચ બે દિવસ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ ગાંધીનગરના જાસપુર ગામે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને યોજેલા ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર રહેશે. સમગ્ર ગુજરાતમાંથી 10 લાખ જેટલા લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે તેવી શક્યતા જણાઈ રહી છે. જેથી ગાંધીનગર અને તેના આસપાસના વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જલવાય તે માટે બહારથી આવતા વાહનો માટે અલગ-અલગ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે.

ભૂમિપૂજનના કાર્યક્રમમાં પહોંચવા નક્કી કરેલા રૂટ
  • સાબરકાંઠા, અરવલ્લીથી કાર્યક્રમમાં આવતા વાહનો ચિલોડા સર્કલથી સેક્ટર-30 સર્કલ, ઈન્દ્રોડા સર્કલ, ઉવારસદ ચાર રસ્તા, અજાલજડ ઓવરબ્રિજ ઉતરી ખોરજ થઈ અદાણી શાંતિગ્રામમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • ખેડા, આણંદ, વડોદરા, સુરત તરફથી કાર્યક્રમમાં આવતા વાહનો એકસપ્રેસ હાઈવેથી એસપી રિંગરોડ થઈ ઓઢવ સર્કલ, દાસ્તાન સર્કલ, રણાસણ સર્કલ, એપોલો સર્કલ, ઝુંડાલ સર્કલ, વૈષ્ણોદેવી સર્કલથી 200 મીટર આગળ જઈ જમણી બાજૂ વળી કાર્યક્રમ વાળી જગ્યાએ નક્કી કરેલી પાર્કિંગમાં જશે
  • મહેસાણા, પાટણ, બનાસકાંઠા તરફથી કાર્યક્રમમાં આવવા વાહનો મહેસાણા-અમદાવાદ હાઈવે પર કલોલ ગુરુકુલ સ્કૂલથી જમણી બાજૂ વળી પલસાણા રોડ થઈ કાર્યક્રમ સ્થળ પર પાર્કિંગ કરશે.
  • સૌરાષ્ટ્ર-કચ્છ તરફથી કાર્યક્રમમાં આવતા વાહનો એસપી રિંગરોડ ઉપર શનાથલ સર્કલ, બોપલ સર્કલ, ભાડજ સર્કલ, આંગણજ સર્કલ ટોલટેક્ષથી આગળ આવી ડાબી બાજુ વળી કાર્યક્રમવાળા સ્થળ પર નક્કી કરેલી પાર્કિંગમાં જશે.
ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ભૂમિપૂજન કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી લોકો ઉમટશે. જેના કારણે એસપી રિંગરોડ, એસજી હાઈવે, મહેસાણા-અમદાવાદ હાઈવે, હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે તેમજ ગાંધીનગર-અમદાવાદના આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકજામ થવાની શક્યતા છે. માટે 24 કલાક સુધી કાર્યક્રમમાં આવતા ભારે વાહનો સિવાયના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

બિલેશ્વરપુરા પાટીયાથી ઝુંડાલ સર્કલ સુધીવૈકલ્પિક રસ્તો– બિલેશ્વરપુરા પાટીયાથી યુ-ટર્ન લઈ નંદાસણ થઈ બેચરાજી તરફ અથવા વિજાપુર થઈ હિંમતનગર

વૈષ્ણોદેવી સર્કલથી રણાસણ સર્કલ, અને એસપી રિંગરોડ સુધી

વૈકલ્પિક રસ્તો– રણાસણા સર્કલથી ડાબી બાજૂ વળી એસપી રિંગરોડ થઈ દાસ્તાન સર્કલ થઈ અસલાલી તરફ

એસપી રિંગરોડ થઈ વૈષ્ણોદેવી સર્કલ તરફ આવતા ભારે વાહનો ગોતા સર્કલથી યુ-ટર્ન લઈ શનાથલ સર્કલ તઈ અસલાલી

આગમન હોટલથી રણાસણ સર્કલ સુધીનો નેશનલ હાઈવે રોડ

વૈકલ્પિક માર્ગ– આગમન હોટલથી કટથી યુ-ટર્ન સઈ મજરા ચાર રસ્તાથી તલોદ તરફ અથવા પ્રાતિંજ તરફ

ચિલોડા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો એસજી હાઈવે રોડ

વૈકલ્પિક માર્ગ– ચિલોડા સર્કલથી યુ-ટર્ન લઈ પ્રાતિંજ તરફ અથવા ડાબી બાજુ વળી દહેગામ તરફ

રાંધેજા ચાર રસ્તાથી ક-7 ત્રણ રસ્તા થઈ વાવોલ થઈ ઉવારસદ ચાર રસ્તા સુધી

વૈક્લિપક રસ્તો– રાંધેજા ચાર રસ્તાથી જમણી બાજૂ વળી રુપાલ, સરઢવ, ધમાસણ થઈ છત્રાલ તરફ

રાંધેજા ચાર રસ્તાથી ડાબી બાજૂ વળી પેથાપુર થઈ જી.ઈ.બી. થઈ ચિલોડા તરફ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments