- Advertisement -
વિશ્વ પ્રસિદ્ધ ગીર ની કેસર કેરી ના પાક પર કાતિલ ઠંડી ની વિપરીત અસર થી કેસર કેરી પકવતા બાગાયતી ખેડૂતો ચિંતિત બન્યા છે. કેસર કેરી ના આંબા ઓ પર પ્રારંભે ભરપુર ફ્લાવરિંગ(મોર) આવવા થી બાગાયતી ખેડૂતો ખુશ ખુશાલ બન્યા હતા. અને આ સાલ કેસર કેરી નું સારું એવું ઉત્પાદન થશે તેવી ધારણા બાંધી બેઠા હતા. ત્યાં છેલ્લા દિવસોમાં શરુ થયેલી કાતિલ ઠંડી અને પવન ના કારણે કેસર કેરી ના આંબા પર આવેલ ફ્લાવરિંગ ખરવા લાગેલ અને વધુ પડતી ઠંડી ના કારણે બળી જવા લાગેલ છે. ફ્લાવરિંગ નું બંધારણ થયા પહેલા જ ઠંડી ની વિપરીત અસરે કેસરકેરી પકાવતા બાગાયતી ખેડૂતો ના હાડ થીજાવી દીધા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
છેલ્લા ઘણા વર્ષો થી બાગાયતી મોસમ માં વાતાવરણ ની વિપરીત અસર ને કારણે પ્રતિ વર્ષ કેસર કેરી ના પાક ને નુકસાન થાય છે. જેમાં બાગાયતી ખેડૂતો નો પાક વીમા તળે સમાવેશ ના હોવા થી પાક નુકસાની વેઠવી પડે છે. ત્યારે ગીર પંથક ના બાગાયતી વિસ્તાર ને પણ પાક વીમા હેઠળ આવરી લેવાય તેવી માંગ આ વિસ્તાર ના ખેડૂતો અનેક વર્ષો થી સરકાર સમક્ષ કરી રહ્યા છે.
તાલાલા ગીર ના ખેડૂતો ની વેદના છે કે જો સરકાર કેસર કેરી ના બાગાયતી પાક ના કુદરતી નુકસાન સામે રક્ષણ નહીં આપે તો વિશ્વભર માં જેની સોડમ પ્રસરી છે તેવી ગીર ની કેસર કેરી લુપ્ત થઇ જશે. ગીર પંથક ની કેસર કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે પરંતુ છેલ્લા થોડા વર્ષો થી ગ્લોબલ વોર્મીંગ ની વિપરીત અસર કેસર કેરી ના પાક ને પારાવાર નુકસાની પહોંચાડી રહી છે ત્યારે સરકારે કેસર કેરી પકવતા ખેડૂતો માટે નકકર નીતી અને રક્ષણ પુરુ પાડે તે અત્યંત જરૂરી બની ગયું છે.

બાઇટ : ઉદય કોડીયાતર ( બગાયતી ખેડૂત )
રીપોર્ટર : ચેતન ગોસ્વામી CN24NEWS ગીર સોમનાથ.