Saturday, September 25, 2021
Homeવિસનગર પોલીસે ગાડીનો પીછો કરતાં ગાડીમાંથી 104 બોટલ વિદેશી દારૂ અને 120...
Array

વિસનગર પોલીસે ગાડીનો પીછો કરતાં ગાડીમાંથી 104 બોટલ વિદેશી દારૂ અને 120 બિયર ના ટીન મળી આવ્યા

લોકસભા ચૂંટણી ને અનુસંધાને પ્રોહી – જુગાર ના ગુના અટકાવવા અસરકારક કામગીરી કરવા સચના આપેલ હોઈ જે સૂચના અન્વયે વિસનગર પોલીસ પેટ્રોલિગ માં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે પ્રોહી નાકાબંધી માં હતા ત્યારે ખેરાલુ તરફથી આવતી નંબર પ્લેટ વગર ની કબૂતરી કલરની સ્વીફ્ટ ડિઝાયર ગાડી આવતા તેને રોકવા પ્રત્યન કરતા તે ઉમતા ગામ તરફ ભાગી ગયેલ અને તેનો પીછો કરી કોર્ડન કરી પકડી પાડેલ હતી.

ગાડી માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અલગ – અલગ કંપની ના લેબલ સિલવાળી નાની – મોટી બોટલો નંગ 104 તથા બિયર ના ટીન 120 નંગ મળી આવેલ હતા. ડ્રાઈવર ગાડી છોડી ફરાર થઇ ગયેલ તેની બાજુમાં બેસેલ વ્યક્તિ ની પોલીસે ધરપકડ કરેલ છે. પોલીસે કુલ 6, 23, 908 રૂપિયાનો મુદ્દામાલ પકડેલ છે. પકડાયેલ આરોપી અને નાસી ગયેલ આરોપી બંને પાર પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments