વિસાવદર યાર્ડમાં તુવેરની તપાસ શરૂ, MLA રીબડીયાએ આક્ષેપ કરતા કહ્યું,’કેશોદ જેવું કૌભાંડ બહાર આવશે’

0
26

જૂનાગઢ:વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ શનિવારે વિસાવદર યાર્ડમાં ખરીદાયેલી તુવેરમાં પણ ભેળસેળ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટના બાદ આજે સરકાર દ્વારા તુતુવેરની તપાસ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તપાસ કરતા તુવેરનો નબળો જથ્થો મળી આવ્યો હતો. અમુકતુવેરનાં કટ્ટા માં હલકી તુવેર અને ફોફા જેવી તુવેર જોવા મળી હતી. જેથી રીબડીયાએ કહ્યું કે કેશોદ જેવું જ કૌભાંડ વિસાવદરમાંથી બહાર આવશે.

નિગત તપાસ કરે તે પહેલા હર્ષદ રીબડીયાએ મીડિયાને સાથે રાખી ચેકીંગ કર્યું હતું. જેમાં માત્ર 10 ટકા જ તુવરે સારી ગુણવત્તાની જોવા મળી હતી.હર્ષિદ રીબડીયાએ કહ્યું કે કેશોદ જેવુ જ વિસાવદરમાં તુવેર કૌભાંડ નીકળી શકે છે. મહત્વનું છે કે ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય રીબડીયાએ તપાસને લઈને ધરણાં કર્યા હતા. રીબડીયાના ઉપવાસના પગલે સરકારે વિસાવદર યાર્ડમાં રખાયેલી તુવેરની તપાસના આદેશ આપ્યા હતાં. સરકારના આદેશ મુજબ ગુજરાત પુરવઠા નિગમના અધિકારી, પોલીસ અધિકારી અને કલેક્ટર તેમજ એમએલએ રીબડીયાની હાજરીમાં યાર્ડમાં રખાયેલી તુવેરના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here