Sunday, November 28, 2021
Homeવીડિયોકોન કેસ : ICICI બેન્કના પૂર્વ CMD ચંદા કોચર મુંબઈ સ્થિત EDની...
Array

વીડિયોકોન કેસ : ICICI બેન્કના પૂર્વ CMD ચંદા કોચર મુંબઈ સ્થિત EDની ઓફિસે પુછપરછ માટે પહોંચ્યા

મુંબઈઃ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર મુંબઈ સ્થિત એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)ની ઓફિસે પુછપરછ માટે પહોંચ્યા છે. અહીં તેમની વધુ પૂછપરછ ઈડી દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શનિવારે પણ ચંદા કોચર, તેમના પતિ દિપક કોચર અને વીડિયોકોનના વેણુગોપાલ ધૂતની પુછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચંદા કોચર પર કથિત ભષ્ટ્રાચાર આચરીને વીડિયોકોનને 1,875 કરોડની લોન અપાવવાનો આરોપ છે.

જાન્યુઆરીમાં સીબીઆઈએ પણ આ મામલામાં ચંદા કોચર, દીપક કોચર અને વેનુગોપાલ ધૂતની વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. એજન્સીએ વીડિયોકોન કંપનીની મુંબઈ-ઔરંગાબાદ સ્થિત ઓફિસ અને દીપક કોચરના ઘરે પણ રેડ કરી હતી. થોડાં દિવસો પહેલા સીબીઆઈએ ચંદા કોચર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ ઈસ્યુ કરી હતી. જેથી તેઓ જાણ કર્યા વગર વિદેશ ન જઈ શકે.
વીડિયોકોન ગ્રુપને આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા 2012માં આપવામાં આવેલી લોન અને તેના ન્યુપાવર રિન્યુએબલ્સની સાથે લેણદેણ સાથે જોડાયેલા મામલામાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કાર્યવાહી કરી રહ્યાં છે. ન્યુપાવર ચંદાના પતિ દીપક કોચરની કંપની છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments