Sunday, September 19, 2021
Homeવીમા પોલીસી બંધ કરાવતા પહેલાં આ બાબતો ધ્યાનમાં રાખો, નહી તો થશે...
Array

વીમા પોલીસી બંધ કરાવતા પહેલાં આ બાબતો ધ્યાનમાં રાખો, નહી તો થશે મોટુ નુકસાન

કોઈપણ કુટુંબમાં જીવન વીમો તેમના મુખ્ય કમાણી કરનાર વ્યક્તિના મૃત્યુના કારણે થનાર નાણાકીય નુકસાનને દૂર કરે છે. જીવન વીમામાં વર્તમાન વાર્ષિક આવકના 10 ગણા સુધી કવર મળી શકે છે. ઘણી વખત લોકોને કોઈ સમસ્યા ના કારણ કે વર્તમાન જીવન વીમા યોજના બંધ કરવાની જરૂર ઉભી થાય છે. આવી સ્થિતિ માં તમારે આ બાબતો નું ધ્યાન રાખવું જોઇએ. ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાનમાં તમે પ્રીમિયમની ચુકવણી કરવાનું બંધ કરી દો છો, તો પોલિસી બંધ થાય છે. તેમજ ઘણી યોજનાઓમાં વીમા અને રોકાણ બંને એક સાથે થાય છે. જો વીમાધારકનું મૃત્યુ પોલિસી પુરી થાય તે પહેલા થાય તો નોમિનીને વીમા રકમ મળે છે. જો વીમાધારક પોલિસી પૂર્ણ થાય ત્યાં સુધી જીવંત રહે છે, તો પરિપક્વતાનો લાભ મળે છે. જો તમે પોલિસીને પુરી થતી પહેલાં જ છોડી દો છો તો પ્રીમિયમ તરીકે આપવામાં આવેલ નાણાંમાં ઘટાડો થાય છે.

પોલિસી બંધ કરવાની નીતિ:

તમે તમારી વીમા પોલિસીને બે રીતે બંધ કરી શકો છો. જો આવશ્યક સમયગાળા પછી પ્રીમિયમની ચુકવણી કરવામાં આવશે નહી તો પોલિસી પેડ-અપ પોલિસીમાં બદલાશે. અથવા પછી પોલિસીને સરેન્ડર કરો અને ઇન્સ્યોરરથી સરેન્ડર મૂલ્ય મેળવો. આ બંને પરિસ્થિતિઓમાં તમે આવશ્યક સમયગાળાના અંત સુધી પ્રીમિયમની ચુકવણી કરો છો અને આ પોલિસીના નિયમો અને શર્તો અનુસાર 2થી 3 વર્ષનો હોઈ શકે છે. જો તમે આવશ્યક સમયગાળા પહેલા પોલિસી બંધ કરો તો તમને વધુ નુકસાન થશે.

પેડ-અપ પોલિસીમાં બદલાવ: 

જો તમે આવશ્યક સમયગાળા પછી પ્રીમિયમની ચુકવણી બંધ કરો છો અને તમારી નિયમિત પોલિસીમાં પેડ-અપમાં પરિવર્તન કરો છો તો તમારો વીમો સમાપ્ત થશે નહીં. તમે ઓછી રકમના કવર સાથે વીમાકૃત રહો છો. જો તમે પોલિસીના કાર્યકાળ સુધી જીવીત રહો છો તો તમને પરિપક્વતા લાભ મેળવી શકશો. જો તમારું મૃત્યુ પોલિસી દરમિયાનના કાર્યકાળ દરમિયાન થાય તો નોમિનીને ચૂકવણી કરેલ પ્રીમિયમ મુજબ રાશિ પ્રાત થશે. ઉદાહરણ તરીકે, જો તમે 20 વર્ષ માટે 50 હજાર પ્રીમિયમ આપી 10 લાખની પોલિસી લો છો અને 5 વર્ષ પ્રીમિયમ ચૂકવણી કરીને બંધ કરો છો, તો વીમા રકમ ઘટીને 2.5 લાખ થશે, કારણ કે પોલિસી પેડ-અપ પોલિસીમાં બદલાઇ ચુકી હશે.

પોલિસી સરેન્ડર કરવા માટેનો વિકલ્પ: 

પોલિસી સરેન્ડર કરવી એક અન્ય વિકલ્પ છે. તમે વીમાકર્તા પાસેથી પોલિસી બંધ કરવા અને સરેન્ડર મૂલ્ય મેળવવા માટે પૂછી શકો છો. વીમાદાતા પોલિસી પૂર્ણ થાય તે પહેલાં પોલિસી સરેન્ડર માટે દંડ કરે છે. જે કે તે વધુ પ્રમાણમાં હોઇ શકે છે. જો તમે પોલિસીને તેના ત્રીજા વર્ષમાં સરેન્ડર કરો છો તો તમે ચુકવણી કરેલ સંપૂર્ણ પ્રીમિયમના લગભગ 30 ટકા રકમ મેળવી શકશો. ત્યાં જો તમે ચોથી અને 7માં વર્ષ વચ્ચે સરેન્ડર કરો તો પેમેન્ટ કરેલ પ્રીમિયમનો લગભગ 50 ટકા મળશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments