વીરુ દેવગનના નિધનના બીજા દિવસે રાની મુખર્જી-જ્હોન અબ્રાહમ એક્ટર અજયના ઘરે ગયા

0
46

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અજય દેવગનના પિતા તથા એક્શન કોરિયોગ્રાફર વીરુ દેવગનનું નિધન સોમવાર (27 મે)ના સવારે છ વાગે કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું હતું. તેમના અંતિમ સંસ્કાર તે જ દિવસે સાંજે છ વાગે કરવામાં આવ્યા હતાં. પિતાના નિધનના બીજા દિવસે બોલિવૂડ સેલેબ્સ અજય-કાજોલના ઘરે તેમને સાંત્વના પાઠવવા આવ્યા હતાં.

આ સેલેબ્સ આવ્યા
રાકેશ રોશન, કરન જોહર, રાની મુખર્જી, વત્સલ સેઠ, ડેવિડ ધવન, રાકેશ રોશન, રીતિક રોશન તથા જ્હોન અબ્રાહમ બીજા દિવસે અજય દેવગનના ઘરે આવ્યા હતાં. જ્હોન અબ્રાહમને ‘પાગલપંતી’ના સેટ પર મસલ ઈન્જરી થતા તેના હાથમાં આર્મ સ્લિંગ જોવા મળી હતી.

વીરુ દેવગને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં
બોલિવૂડ એક્ટર અજય દેવગનના પિતા તથા જાણીતા એક્શન ડિરેક્ટર વીરુ દેવગનનું 27 મેના રોજ સવારે છ વાગે સૂર્યા હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. વીરુ દેવગનના નિધનના સમાચાર જાણીને બોલિવૂડ સેલેબ્સ અજય દેવગનના ઘરે આવ્યા હતાં. જેમાં શાહરુખ ખાન, સની દેઓલ, બોબી દેઓલ, સાજીદ ખાન, સંજય દત્ત, ઐશ્વર્યા-અભિષેક જેવા સેલેબ્સ આવ્યા હતાં. તો અંતિમ સંસ્કારમાં અભિષેક બચ્ચન, રણજીત, અનિલ કપૂર, બોની કપૂર, અર્જુન કપૂર, રાજકુમાર ગુપ્તા, સલીમ ખાન, સતીશ કૌશિક, સુનિલ શેટ્ટી, તુષાર કપૂર, અમિતાભ બચ્ચન, સલીમ ખાન, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, રિતેશ દેશમુખ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. વીરુ દેવગનના અંતિમ સંસ્કાર વીલે પાર્લે (વેસ્ટ)ના સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here