વીર સાવરકર પર ભૂપેશ બઘેલનું વિવાદિત નિવેદન, કહ્યું- ઝીણા પહેલાં તેમને આપ્યો હતો બે રાષ્ટ્રનો સિદ્ધાંત

0
37

નેશનલ ડેસ્કઃ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વીર સાવરકર પર વિવાદિત નિવેદન આપ્યું છે. સાવરકરની જ્યંતિના ઠીક એક દિવસ પહેલાં એટલે કે સોમવારે તેમને આપેલા નિવેદનથી હોબાળો થઈ ગયો છે. બઘેલેએ નહેરુની પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે સાવરકરે સૌથી પહેલાં બે રાષ્ટ્રનો સિદ્ધાંત આપ્યો હતો જે બાદમાં મોહમ્મદ અલી ઝીણાએ અપનાવ્યો હતો. ભૂપેશ બઘેલે આ નિવેદન સોમવારે આપ્યું હતું, એટલે કે મંગળવારે સાવરકરની જ્યંતિ છે.
ભૂપેશ બઘેલે કહ્યું કે હિંદુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે ધર્મ આધારીત હિંદુ અને મુસ્લિમ રાષ્ટ્રની કલ્પના કરી હતી. બીજ સાવરકરે વાવ્યું હતું અને તેને પૂરું ઝીણાએ કર્યુ. બઘેલે કહ્યું કે સાવરકરે દેશની આઝાદી માટે લડાઈ લડી પરંતુ જેલ ગયા બાદ માફી માટે અંગ્રેજોને ડઝન પત્રો લખ્યા હતા. જેલમાંથી છૂટ્યાં પછી તેઓ આઝાદીના આંદોલનમાં સામેલ થયા ન હતા.

PM મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપીઃ આજે વીર સાવરકરની જ્યંતિ છે ત્યારે આ પ્રસંગે મોદીએ એક વીડિયો ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંલજલિ આપી છે. મોદીએ સાવરકરને સાહસી, દેશભક્ત અને ભારતને મજબૂત બનાવનારી વિભૂતિ કહ્યાં છે.

સાવરકર પર આરોપ, ઝીણાનો બચાવઃ પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિના પ્રસંગે ભૂપેશ બઘેલે વીર સાવરકર પર ધાર્મિક આધારે દેશના ભાગલા પાડવાનો પણ આરોપ લગાવ્યો. અને મોહમ્મદ અલી ઝીણાનો એક રીતે બચાવ કર્યો. ભાગલ માટે ભારત ઝીણા અને તેમની રાજકીય મહત્વકાંક્ષાને જવાબદાર માને છે પરંતુ કોંગ્રેસ નેતા અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ઈતિહાસના પાના ફેરવતા નવા વિવાદને ફરી હવા આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here