Wednesday, September 29, 2021
Homeવેક્સિન લેવા ગણદેવી રેફરલ હોસ્પિટલ બહાર લોકોએ રાત વિતાવી
Array

વેક્સિન લેવા ગણદેવી રેફરલ હોસ્પિટલ બહાર લોકોએ રાત વિતાવી

ગણદેવી તાલુકામાં આવેલા રેફરલ હોસ્પિટલની બહાર લોકો સવારે સાત વાગ્યે ટોકન લેવા માટે રાત્રીથી ઉભા રહ્યા હતા. કેટલાક લોકોએ તેમના ચંપલો મૂકીને લાઈન લગાવી હતી. ગણદેવી શહેરની વસ્તી આશરે 15000 છે તેની સામે માત્ર 50થી 100 ડોઝ પ્રતિ દિવસ આવે છે. શહેરમાં વસતા મોટાભાગના વેપારીઓ, સાથે સામાન્ય શહેરીજનોનો હજુ ફર્સ્ટ ડોઝ બાકી છે ત્યારે 31મી જુલાઇની ડેડલાઇન કઈ રીતે પૂરી થશે તે અંગે લોકોમાં પ્રશ્ન જન્મ્યો છે.

રેફરલ હોસ્પિટલના અધિકારીઓ મુજબ આજે 200 જેટલા ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે તે પર્યાપ્ત નથી. વેક્સિનનો અપર્યાપ્ત જથ્થો શહેરીજનોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે.

રસી લેવા આવનાર મહિલા મીનાબેનના જણાવ્યા અનુસાર ત્રણ દિવસથી આવી રહી છું પણ વેક્સિન મળતી નથી. નંબર લાગતો નથી. આજે આવ્યા છે ત્યારે 49નો નંબર છે. લાગી જાય તો સારું કોઈ કહે છે 100 આવી છે કોઈ કહે છે 50 વેક્સિન આવી છે. ખબર નહિ આજે પણ નંબર લાગે કેમ તે ખબર નથી.

જયેશભાઈના જણાવ્યા મુજબ રોજ 200થી વધુની લાઈન લાગે છે અને તેની સામે માત્ર 100 વેક્સિન આવે છે. જો તંત્ર 100માં નંબર બાદના લોકોને બીજા દિવસે ડોઝ લગાવી તેમને ટોકન આપે તો વેપારીઓને અને નોકરી કરતા વર્ગ અને સરળતા પડે તેમ છે. હું ત્રણથી ચાર દિવસથી હેરાન કરું છું છતાં પણ કામ થતું નથી.

ગણદેવી રેફરલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ દેવેન્દ્ર દાસના જણાવ્યા મુજબ અમે રોજ સવારે સાત વાગ્યે વેક્સિન માટે ટોકનની વહેંચણી કરતા હોય છે, છતાં પણ કેટલાક લોકો અધીરા બન્યા છે અને રાતથી બિનજરૂરી નંબર લગાવે છે. આ મામલે તમામને અપીલ કરી છે કે તેઓ રાત્રીથી ન આવે અને સવારે જ ટોકન લઈને આવે તે જરૂરી છે પણ તેઓ સમજતા નથી અને હોસ્પિટલ બહાર નંબર લગાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments