રોજ રોજ શું નવું બનાવવુું? જો તેવો પ્રશ્ન તમારા મનમાં ચાલી રહ્યો હોય તો તેનો જવાબ અમારી પાસે છે. આજે અમે તમને એક એવી રેસીપી શખવવા જઇ રહ્યાં છે જે ટેસ્ટી તો છે જ સાથે જ બાળકોને ખુશ કરી દે તેવી પણ છે. જો કે બાળકો તો શું કોઇપણ ખુશ થઇ જાય એટલા ટેસ્ટ છે
વેજ ચીઝ પોકેટ્સ…તો ચાલો બનાવીએ યમ્મી વેજ ચીઝ પોકેટ્સ….
કણક માટે
- 1 1/2 કપ ઘઉંનો લોટ ( મેં મલ્ટીગ્રેન લોટ લીધો છે),
- 1/4 ચમચી અજમો,
- 4 ચમચા તેલ,
- મીઠું સ્વાદ અનુસાર,
- પાણી કણક બાંધવા માટે,
રીત:-
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં અજમો, મીઠું, તેલ ઉમેરી બધું બરાબર મિકસ કરો. ત્યારબાદ ધીરે ધીરે પાણી ઉમેરતા જાવ અને કઠણ કણક તૈયાર કરો. હવે ભીના કપડાં થી ઢાંકી ને 30-45 મિનીટ નો રેસ્ટ આપો
સ્ટફિંગ બનાવવા માટે
- 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
- 1/2 કપ ઝીણી સમારેલી કોબી,
- 1/4 કપ ઝીણું સમારેલું ફ્લાવર,
- 4 કપ ઝીણી સમારેલી ફણસી,
- 1/4 કપ ઝીણું સમારેલું ગાજર,
- 1/4 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ,
- 2 ચમચી ઝીણા સમારેલા મરચાં,
- 1/2 કપ છિણેલું ચીઝ,
- 1 ચમચો તેલ,
- 1/8 ચમચી હળદર,
- ચપટી જીરુ અને હિંગ,
- મીઠું અને મરચું સ્વાદાનુસાર,
- 1/4 ચમચી ગરમ મસાલો,
- 1/8 ચમચી આમચૂર,
- 1/8 ચમચી મરી નો ભૂકો (ઓપ્શનલ),
રીત:-
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરો. પછી તેમાં જીરુ, હિંગ અને હળદર નાખી ને ડુંગળી ઉમેરી ને તેજ આંચ પર થોડીવાર સાંતળો. ત્યાર બાદ બધા જ ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો અને તેજ આંચ પર જ 1 મિનીટ માટે સાંતળો. અને તેમાં મીઠું, મરચું,ગરમ મસાલો,આમચૂર ની ભૂકો, મરી પાવડર ઉમેરો અને બરાબર મિકસ કરી ફરી 1 મિનીટ માટે સાંતળી લો અને ગેસ બંધ કરો. હવે છીણેલું ચીઝ ઉમેરી ને બધું મિક્સ કરી લો. સ્ટફિંગ તૈયાર છે.
હવે પોકેટ્સ બનાવવા માટે
કણક ને તેલ વાળા હાથે બરાબર કુણવી લો.પછી નાનાં લુઆ બનાવી ને રોટલી જેવું ગોળ વણી લો. ચારે બાજુ થઈ કાપી ને ચોરસ આકાર નું બનાવો અને પછી વચ્ચે થી બે ભાગ કરી 2 લંબચોરસ કરી લો. હવે કિનારી એ પાણી લગાવી ને પટ્ટી ની એક બાજુ થોડી જગ્યા મૂકી ને એક ચમચી જેટલું સ્ટફિંગ મુકો.
અને બધી બાજુથી બંધ કરી દો. (ફોટો માં દેખાડ્યા મુજબ) હવે કાંટા ની મદદ થી કિનારી બરાબર પ્રેસ કરી ને બંધ કરી લો. બધા પોકેટ્સ આ રીતે તૈયાર કરી લો. આ વેજી ટેબલ પોકેટ્સ ને મધ્ય ગરમ તેલ માં ધીમી આંચ પર આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળી લો. પછી પોકેટ્સ ને તેલ માંથી નિકાળી ને પેપર નેપકિન પર નિકાળો એટલે વધારા નું તેલ નીકળી જાય.
ટેસ્ટી વેજિટેબલ ચીઝ પોકેટ્સ ને સોસ, ગ્રીન ચટણી, સેઝવાન સૉસ અથવા ચીઝ ડીપ સાથે સર્વ કરો.