Thursday, October 21, 2021
Homeવેનેઝૂએલા મુદ્દે વૈશ્વિક મતભેદો, ચીન-રશિયા માદુરો સાથે; USનો ડિપ્લોમેટ્સને દેશ છોડવા આદેશ
Array

વેનેઝૂએલા મુદ્દે વૈશ્વિક મતભેદો, ચીન-રશિયા માદુરો સાથે; USનો ડિપ્લોમેટ્સને દેશ છોડવા આદેશ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ તેલના પ્રચૂર ભંડારથી સંપન્ન સાઉથ અમેરિકન ખંડના દેશ વેનેઝૂએલામાં મચેલા રાજકીય ઘમાસાણ પર વિશ્વમાં મતભેદો વધી ગયા છે. અમેરિકા અને મોટાંભાગના સાઉથ અમેરિકન દેશ એક તરફ અને રશિયા, ચીન અને તુર્કી બીજી તરફ આવી ગયા છે. સંયુક્ત રાષ્ટ્રએ મુસીબતથી બચવા માટે વાતચીત કરવાની અપીલ કરી છે. વળી, યુરોપિયન યુનિયને લોકતંત્રની પુનઃસ્થાપના માટે સ્વતંત્ર ચૂંટણી કરાવવાની અપીલ કરી છે. અમેરિકાએ ઇન્ટ્રિમ પ્રેસિડન્ટ ખુઆન ગુઇદોને માન્યતા આપી છે. જ્યારે રશિયા, ચીન અને તુર્કી નિકોલસ માદુરોના પક્ષમાં છે. બીજી તરફ, આજે માદુરોએ પાર્લામેન્ટમાં હાજરી આપી કોન્સ્યુલેટ બંધ કરી દેવાના આદેશ આપતા અમેરિકાએ તેના તમામ ડિપ્લોમેટ્સને દેશ છોડી દેવાના આદેશ આપ્યા છે.

રાજકીય ઉથલપાથલ વચ્ચે હિંસક અથડામણ

અમેરિકાએ ડિપ્લોમેટ્સને દેશ છોડવા આદેશ

બુધવારથી રાજકીય સંકટ ઉભું થતા માદુરોએ આજે પાર્લામેન્ટમાં હાજરી આપી કોન્સ્યુલેટ બંધ કરવાની જાહેરાત કરી હતી. જેને પગલે અમેરિકાએ તેના તમામ નોન-ઇમરજન્સી ડિપ્લોમેટ્સને વેનેઝૂએલામાંથી પરત આવી જવાના આદેશ આપ્યા છે.

અમેરિકાના ડિપોર્ટમેન્ટે વેનેઝૂએલામાં વસવાટ કરતાં અને મુસાફરી કરી રહેલા અમેરિકન નાગરિકોને તાત્કાલિક પરત ફરવાની ચેતવણી આપી દીધી છે.

ખુગાન ગોઇદોએ પોતાને ઇન્ટ્રિમ પ્રેસિડન્ટ જાહેર કર્યા હોવા છતાં ટોપ મિલિટરી ચીફ હજુ પણ માદુરોને વફાદાર છે. 10,000 લોકોએ કારાકસમાં એકઠાં થઇ માદુરો વિરૂદ્ધ પ્રદર્શનો કર્યા હતા.

અમેરિકાએ ગુઇદોને માન્યતા આપી

અમેરિકા, કેનેડાની સાથે જ અનેક ક્ષેત્રીય દેશોએ વેનેઝૂએલાના ઇન્ટ્રિમ પ્રેસિડન્ટ તરીકે ગુઇદોને માન્યતા આપી છે. અમેરિકાએ તો વેનેઝૂએલાના ઓઇલ નિકાસ પર નવા પ્રતિબંધ લગાવવાના સંકેતો પણ આપ્યા છે. આનાથી નિકોલસ માદુરો અલગ પડતા જોવા મળી રહ્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જ ગુઇદો દ્વારા પોતાને ઇન્ટ્રિમ પ્રેસિડન્ટ જાહેર કરતા જ તેને માન્યતા આપી દીધી છે.

માદુરોની US સાથે સંબંધ તોડવાની ધમકી

ગુરૂવારે ટ્રમ્પે ગુઇદોની નેશનલ એસેમ્બલીને વેનેઝૂએલાના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારની એકમાત્ર કાયદેસર શાખા ગણાવી. ટ્રમ્પના આ પગલાંથી નારાજ માદુરોએ અમેરિકાની સાથે રાજકીય સંબંધ તોડવાની જાહેરાત કરી. તેઓએ અમેરિકન ડિપ્લોમેન્ટ્સને 72 કલાકની અંદર દેશ છોડવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. જેના જવાબમાં ગુઇદોએ ટ્વીટ કરીને કહ્યું કે, તેઓના નેતૃત્વમાં વેનેઝૂએલા ઇચ્છે છે કે, અમેરિકાના ડિપ્લોમેટ્સ અમારાં દેશમાં જ રહે.

અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે, પૂર્વ પ્રેસિડન્ટ માદુરોની પાસે સંબંધો ખતમ કરવાનો અધિકાર જ નથી. 35 વર્ષના ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયર ગુએડોએ દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો વાયદો કર્યો છે. બીજી તરફ, રશિયા પશ્ચિમ દેશોની ટીકા કરતા માદુરોના સમર્થમાં ખુલીને આવ્યા છે. રશિયાએ વેનેઝૂએલામાં કોઇ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી પર અમેરિકાને ચેતવણી પણ આપી છે.

ચીન, તુર્કી અને મેક્સિકોએ પણ માદુરોનું સમર્થન કર્યુ છે અને તેઓને વેનેઝૂએલાના કાયદેસરના પ્રેસિડન્ટ ગણાવ્યા છે. ચીને કોઇ પણ પ્રકારના બહારના બાહ્ય હસ્તક્ષેરનો વિરોધ કર્યો છે.

ચૂંટણીના પક્ષમાં EU

યુરોપિયન યુનિયનના ડિપ્લોમેટિક હેડ ફેડેરિકા મોઘેરિનીને એક નિવેદનમાં વેનેઝૂએલામાં બંધારણીય વ્યવસ્થા હેઠળ તત્કાળ લોકતંત્રની પુનઃસ્થાપના માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું સમર્થન કર્યુ છે. જ્યારે યુનાઇટેડ નેશન્સ હેડ એન્ટોનિયો ગુટેરસે વાતચીત માટે સંકટનું સમાધન લાવવાની અપીલ કરી છે.

હિંસક અથડામણમાં 13નાં મોત

એક રાજકીય ઉથલપાથલ વચ્ચે વેનેઝૂએલામાં વિરોધનો દોર હજુ પણ યથાવત છે. માદુરોની સરકાર વિરૂદ્ધ લોકો સડકો પર ઉતર્યા છે. અનેક સ્થળોએ હિંસક અથડામણ પણ થઇ છે. સેના હજુ પણ માદુરોની સાથે છે. સૈન્ય વિરોધ પ્રદર્શનોને દબાવવામાં લાગી છે. આ હિંસામાં 13 લોકોનાં મોત થયાના સમાચાર છે અનેક લોકો ઘાયલ થયા છે.

2017માં પણ એપ્રિલથી જુલાઇ દરમિયાન સરકાર અને વિપક્ષની વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 125 લોકોનાં મોત થયા છે. વિપક્ષના અનેક નેતાઓને ધરપકડ કરવામાં આવી છે. વિપક્ષના નેતાએ ગુઇદોની ધરપકડ થવાની આશંકા પણ વ્યક્ત કરી છે. સૈનિકોના વિરોધની શરૂઆત સોમવારે એવા સમયે થઇ જ્યારે રાજધાની કારાકસના એક કમાન્ડ પોસ્ટમાં 27 સૈનિકો માદુરો સરકાર વિરૂદ્ધ ઉભા થઇ ગયા.

સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં આ સૈનિકોએ લોકોને સરકાર વિરૂદ્ધ સડકો પર ઉતરવાનું આહ્વાન કર્યુ હતું. ત્યારબાદ મંગળવાર અને બુધવારે કારાકસ અને બોલીવરમાં મોટી સંખ્યામાં લોકો સડકો પર ઉતરી આવ્યા હતા. બોલીવરમાં પ્રદર્શનકારીઓએ પૂર્વ પ્રેસિડન્ટ હ્યૂગો શાવેજીની પ્રતિમાને આગ લગાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments