વેનેઝૂએલા સૈન્યને USની ધમકી, ગોઇદોએ કહ્યું – દેશના 3 લાખ લોકોને જીવનું જોખમ

0
54

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વેનેઝૂએલામાં ચાલી રહેલા રાજકીય સંકટને ધ્યાનમાં રાખી અમેરિકાએ વધુ એકવખત હસ્તક્ષેપ કર્યો છે. અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝરે કહ્યું કે, અમેરિકા વેનેઝૂએલા પર લગાવેલા ક્રૂડ ઓઇલ પ્રતિબંધને હટાવવા માટે તૈયાર છે, પરંતુ સામે પક્ષે સૈન્યએ ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુઆન ગોઇદોને માન્યતા આપવી પડશે. નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જ્હોન બોલ્ટને ટ્વીટર પર વેનેઝૂએલાના સીનિયર મિલિટરી ઓફિસરને કહ્યું કે, ‘તમે યોગ્ય પસંદગી કરો અને માદુરોને બદલે ગોઇદોને માન્યતા આપો.’ અમેરિકા ગોઇદોને સૈન્યની માન્યતા મળ્યા બાદ વેનેઝૂએલાના સીનિયર મિલિટરી ઓફિસરો સાથે ક્રૂડ ઓઇલ પર લગાવેલા પ્રતિબંધો હટાવવા અંગે વિચારણા કરવા માટે તૈયાર છે. જો સૈન્યએ આવું ના કર્યું તો આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્કલને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

ખુઆન ગોઇદોને 40 દેશોનું સમર્થન

ખુઆન ગોઇદોને USની માન્યતા
  • જ્હોન બોલ્ટનનું આ નિવેદન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટ ઓફ યુનિયન સ્પીચ બાદ આવ્યું છે. મંગળવારે ટ્રમ્પે સ્પીચમાં કહ્યું કે, અમેરિકા વેનેઝૂએલાના લોકો સાથે અને તેઓની આઝાદીની શોધ સાથે ઉભું રહેશે. આ માટે તેઓ માદુરોની સમાજવાદી ગવર્મેન્ટ પર શક્ય તેટલું દબાણ કરવા માટે તૈયાર છે.
  • વેનેઝૂએલામાં ડિસેમ્બર મહિનાથી રાજકીય સંકટ ચાલી રહ્યું છે. ગત 22 જાન્યુઆરીના રોજ વિરોધ પક્ષના નેતા ખુઆન ગોઇદોએ પોતાને ઇન્ટરિમ પ્રેસિડન્ટ જાહેર કરી દીધા હતા. અમેરિકા, યુકે, ફ્રાન્સ અને સ્પેન ઉપરાંત 40 દેશોએ ગોઇદોને માન્યતા આપી હતી. જ્યારે ચીન અને રશિયા હજુ પણ નિકોલસ માદુરો સાથે છે. અમેરિકાએ નિકોલસ માદુરોના વિરોધ પ્રદર્શનની પ્રશંસા કરી હતી.
  • અમેરિકાની આ દરમિયાનગીરી પાછળનું વધુ એક કારણ એ પણ છે કે, હિંસક વિરોધ પ્રદર્શન બાદ પણ વેનેઝૂએલાની આર્મી કોલંમ્બિયા સરહદેથી આવતી અનપેક્ષિત માનવીય સહાયને બ્રિજ પરથી જ અટકાવી રહી છે. મિલિટરી ઓફિસરોએ ટેન્કર ટ્રપ અને મોટાં શિપિંગ કન્ટેનરથી ટીએન્ડિટા બ્રિજ પર અવરોધો ઉભા કરીને રાખ્યા છે. આ બ્રિજ કુકાતા, કોલંબિયાથી યુરેના, વેનેઝુએલાને જોડે છે.
અમેરિકા સાથે ગૃહયુદ્ધની શક્યતાઓ
  • નિકોલસ માદુરોએ દાવો કર્યો છે કે, ટીએન્ડિટા બ્રિજ પરથી મોકલાવવામાં આવતી માનવીય સહાય હકીકતમાં અમેરિકાના આક્રમણની તૈયારીઓ છે. માદુરોએ સૈન્યને આ બ્રિજ પર બ્લોકેજ તૈયાર રાખવાના આદેશ આપ્યા છે. માદુરોએ સૈન્યને આદેશ આપ્યા છે કે, કોઇ પ્રવેશ ના કરવું જોઇએ, કોઇ દેશ સૈનિકો પર આક્રમણ ના કરવો જોઇએ.
  • વિરોધ પક્ષના નેતા ખુઆન ગોઇદોએ કહ્યું કે, જો માદુરોની આર્મી માનવીય સહાયને આ જ પ્રકારે અટકાવતી રહેશે તો આગામી દિવસોમાં વેનેઝૂએલાના 3 લાખ લોકોના જીવને જોખમ છે. નેશનલ એસેમ્બલીમાં ગોઇદોના પક્ષે માદુરોને ચેતવણી આપી છે કે, આર્મીને સહાય અટકાવવાના આદેશ આપી માદુરો હદ પાર કરી રહ્યા છે.
  • વેનેઝૂએલાના સાંસદ મિગુએલ પિઝારોએ કહ્યું કે, ‘તમે સારી રીતે જાણો છો કે, કોઇ પણ પરિસ્થિતિની એક હદ હોય છે. દેશના પ્રેસિડન્ટની એક હદ હોય છે. તમે જાણો છો કે, દવાઓ, ખોરાક અને મેડિકલ સપ્લાયની દેશમાં ઉણપ છે.’
માદુરોએ ફરથી ચૂંટણીનો પ્રસ્તાવ ફગાવ્યો
  • બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને સ્પેન સહિત 20 EU દેશોએ ગોઇદોને માન્યતા આપ્યા બાદ માદુરોને દેશમાં ફરીથી ચૂંટણી કરાવવાની અપીલ કરી હતી. માદુરોએ 3 ફેબ્રુઆરીના રોજ ફેર-ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ગોઇદો સૈન્યને માદુરોને સત્તા પરથી હટાવવામાં મદદ કરે તેવું ઇચ્છે છે.
  • માદુરોની સરકારના વહીવટ દરમિયાન ક્રૂડ ઓઇલની પ્રચૂર માત્રા ધરાવતા દેશમાં આર્થિક કટોકટી છે, આ દેશમાં ફુગાવો આસમાને છે અને ખોરાક અને દવાઓની પણ અછત ઉભી થઇ છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, અમેરિકાના ઓઇલ પ્રતિબંધોના કારણે જ સરકાર પર વધુ પ્રેશરમાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here