Tuesday, September 21, 2021
Homeવેબ સિરીઝ માં સીઆઈડી ટીમ ની એન્ટ્રી, અનાઉન્સમેન્ટ જલ્દી થશે
Array

વેબ સિરીઝ માં સીઆઈડી ટીમ ની એન્ટ્રી, અનાઉન્સમેન્ટ જલ્દી થશે

ટેલિવિઝન ડેસ્કઃ ક્રાઈમ-આધારિત શો સીઆઈડીની ટીમ હવે વેબ શો તરીકે આવવાની તૈયારીમાં છે. આ વેબ સિરીઝ સિઝનલ હશે. તેમાં CIDમાં ‘એસીપી પ્રદ્યુમ્ન’ બનેલા શિવાજી સાટમ ઉપરાંત આદિત્ય શ્રીવાસ્તવ, દયાનંદ શેટ્ટી, અભય શુક્લા સહિતનાં કલાકારોનાં નામ સામે આવ્યાં છે. અત્યારે આ વિશે બધું નક્કી નથી થયું, તેથી કલાકારો આ વિશે બોલતા અચકાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રોડ્યુસર ટૂંક સમયમાં જ આ શોની જાહેરાત કરશે.

સીઆઇડી ફેમ દયાનંદ શેટ્ટી કે જેણે ટીવી સીરિયલમાં દયાનો રોલ નિભાવ્યો હતો તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘પ્રોડ્યુસરે કંઈ પણ જણાવવાની ના પાડી દીધી છે. તેથી હું અત્યારે કંઈ કહી નહીં શકું. અત્યારે સીઆઈડીને વેબ શોમાં લાવવા માટે બે જુદી-જુદી ચેનલો સાથે વાચતીત થઈ રહી છે. કઈ વેબ ચેનલ પર આ શો શરૂ થશે તે તો સમય આવ્યે જ ખબર પડશે. આ શોને હવે વેબ સિરીઝના ફોર્મેટમાં શૂટ કરવાની વાત ચાલી રહી છે.’ સુત્રો દ્વારા આ શોને લઇને એવી પણ જાણકારી મળી છે કે આ શોમાં કેરેક્ટર્સના નામમાં તો ફેરફાર થશે જ પણ સાથે કેરેક્ટર્સને ઊંડાણપૂર્વક બતાવવામાં આવશે.
12થી 15 એપિસોડની હશે આ સિરીઝ
આ વેબ સિરીઝ કેટલા એપિસોડ્સની હશે અને ક્યારે આવશે તે વિશે દયાનંદ કહે છે, ‘આ 12થી 15 એપિસોડ્સની સિરીઝ હશે. તેનો દર્શકો તરફથી કેવો રિસ્પોન્સ મળે છે તે મુજબ આ લોકો આગળ શૂટિંગ કરવાનું વિચારી રહ્યા છે. અત્યારે બધું પ્રારંભિક તબક્કે છે. દરેક આ અંગે સંમત થવા જોઈએ તો જ આગળ કામ શરૂ થશે. મુખ્ય ભૂમિકામાં એસીપી, દયા અને અભિજિત સાથે વાત ચાલી રહી છે. આ ક્રાઇમ આધારિત શો હશે પણ સીઆઈડીથી થોડો અલગ હશે. કદાચ સ્ક્રિપ્ટ લેવલ પર પણ થોડો ફેરફાર હશે.’ નિર્માતા-દિગ્દર્શક કોણ હશે એ વિશે જણાવતા દયા કહે છે, ‘તેમાં સિંહ સાહેબ (બી.પી. સિંહ) ક્રિએટિવરૂપે સામેલ થઈ રહ્યા છે. આ ઉપરાંત બીજું પણ ઘણું બધું ચાલી રહ્યું છે પણ હાલ હું આ વિશે વધુ જણાવી નહીં શકું.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments