વેરાવળ : ચમોડા ગામે વોકળામાં ન્હાવા પડેલા બે પિતરાઇ ભાઇઓ ડૂબ્યા, બંનેના મોત

0
0

વેરાવળ: વેરાવળના ચમોડા ગામે પાણીના વોકળામાં સગીર વયના બે પિતરાઇ ભાઇ રીઝવાન જમાલ હાલા (ઉ.16) અને તોસીફ અબદરેહમાન હાલા (ઉ.13) ન્હાવા પડ્યા હતા. આ બંનેને બચાવવા હનિફ વલી રાઠોડ નામનો યુવાન કૂદી પડ્યો હતો. પરંતુ બંને પિતરાઇ ભાઇના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હનિફને ગંભીર ઇજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here