વેરાવળ નગર પાલીકાની પીવાના પાણીની લાઇન માંથી રેલ્વે કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે પાણી ચોરી નું રેકેટ ઝડપાયું…

0
55

 

છેલ્લા પાંચ માસ થી દરરોજનું 10 લાખ લીટર પાણી ચોરી રેલ્વે માં કરાતું હતુ સપ્લાય…
પાલીકા દ્વારા રાજકોટ ના કોન્ટ્રાકટર વિરૂઘ્ઘ ૬૦ લાખ ની પાણી ચોરી અંગે પોલીસ ફરીયાદ નોંઘાવતા પોલીસે તપાસ ના ચક્રો ગતીમાન કર્યા… 
સામાન્ય રીતે પીવાના પાણી અથવા તો સંચાઇ ના પાણી માટે લોકો ના છુટકે ચોરી કરતાં હોવાના કીસ્સા જોવા મળતા હોય છે પરંતુ ગીર સોમનાથ ના વેરાવળ માં એક નવતર કીસ્સો પ્રકાશ માં આવ્યો છે. જેમાં વેરાવળ નગરપાલીકા ને ચુનો લગાવી રેલ્વે માં પીવાના મીઠા પાણી ના ગેરકાયદે સપ્લાય ના કોભાંડ નો પર્દાફાશ થતાં ચકચાર જાગી છે.
 
પાલીકા ના ચીફઅોફીસર જતીન મહેતા ના જણાવ્યા પાલીકા ને ચોકકસ બાતમી મળી હતી કે તાલાલા રોડ પર પાલીકા ની પીવાના પાણી ની લાઇન માં ગેરકાયદે પંચર કરી પાણી ની ચોરી થઇ રહી છે…
 
પ્રથમીક તબ્બકે કોઇ ને ખ્યાલ ન આવે તે રીતે વ્યવસ્થીત રીતે અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન પાથરવામાં આવેલ તેમજ ૭.૫ હોર્સ પાવર ની મોટર દ્વારા પાણી ખેંચી બીજી લાઇન દ્વારા રેલ્વે સ્ટેશન તરફ સપ્લાય કરવામાં આવતું હતું…
 
પાણી ચોરી કરનાર આરોપી અો દ્વારા પાણી ખેંચવાના મશીન નો અવાજ ના આવે તે માટે ખાસ પ્રકાર નું સાયલેન્સર બનાવી ફીટ કરેલ તેમજ મશીન ને પણ આડશ કરી ઢાંકી દીઘેલ હતું… 

વેરાવળ નગરપાલીકા ના વોટર વર્કસ શાખાના હેડ જેઠાભાઇ સોલંકી દ્વારા પાણી ચોરી ના કોભાંડ બાબતે રાજકોટ ના સુરુભા દરબાર નામના ઇસમ કે જે વેરાવળ રેલ્વે સ્ટેશન માં પાણી સપ્લાય નું કામ કરે છે તેના વિરૂઘ્ઘ પાલીકાની લાઇન તોડી ગે.કા. રીતે 3 ની લાઇન ફીટ કરી ડીઝલ એન્‍જીન વડે દૈનીક ૧૦ લાખ લીટર પીવાનું પાણી ચોરી કરી છેલ્લા પાંચ માસ દરમ્યાન ૬૦ લાખ ના પાણી ની ચોરી કર્યાની ફરીયાદ નોંઘાવતા પોલીસે આઇપીસી ૩૭૯,૪૩૦ તેમજ ડેમેજ ટુ પબ્લીક પ્રોપ્રટી ની કલમ ૩ મુજબ ગુન્હો નોંઘી તપાસ ના ચક્રો ગતીમાન કરેલ છે.

નોંઘનીય  છે કે વેરાવળ પાટણ શહેર ના પ્રજાજનો ને દર પાંચ દીવસે પીવાનું પાણી નસીબ થાય છે તો બીજી તરફ આવી રીતે બેફામ લાખો લીટર પાણી ની ચોરી થતી હોવાનો પર્દાફાશ થતાં શહેર ભર માં ચકચાર સાથે ખળભળાટ મચ્યો છે તો બીજી તરફ આ ઘટનાની જો ઉંડાણ પુર્વક તપાસ હાથ ઘરાઇ તો અનેક ચોંકાવનારી હકીકત સાથે અઘિકારીઅો અને પદાઘીકારીઅો ની સંડોવણી પણ સામે આવવાની શકયતા સેવાઇ રહી છે.

રિપોર્ટ : ચેતન ગોસ્વામી – ગીર સોમનાથ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here