Friday, December 3, 2021
Homeવેરાવળ-પાટણ જોડિયા શહેર માં પ્રાથમિક સુવિધા મુદ્દે ધારાસભ્ય મેદાને... તમામ વોર્ડ માં...
Array

વેરાવળ-પાટણ જોડિયા શહેર માં પ્રાથમિક સુવિધા મુદ્દે ધારાસભ્ય મેદાને… તમામ વોર્ડ માં રૂબરૂ જઈ લોકો ની ફરિયાદો મેળવી..

સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા છેલ્લા કેટલાક દિવસ થી વેરાવળ પાટણ ના દરેક વોર્ડ માં જઇ લોકો ની લેખિત માં ફરિયાદ લીધેલ..જે આજે લેખિત ફરિયાદો ના પોટલા બાંધી રેલી યોજી નગરપાલિકા ના ચીફ ઓફિસર ને લોકો ના જરૂરિયાત પ્રશ્નો નું તાત્કાલિક નિવારણ કરવા આવેદન પાઠવ્યું…ધારાસભ્ય એ ચીફ ઓફિસર ને મીઠી ભાષા માં ચીમકી પણ આપેલી છે કે જો સત્વરે આનું નિરાકરણ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું…
સ્થાનિક ધારાસભ્ય ધ્વારા 1900 જેટલા લોકો ના લેખિત પ્રશ્નો સાથે નું આવેદન પાઠવ્યું છે જેનું તાત્કાલિક નિવારણ કરવામાં આવશે…તેમજ ધારાસભ્ય પણ ચોરવાડ નગરપાલિકા નું સંચાલન કરે છે જેથી તેમને ખબર છે કે કેટલાક વહીવટી પ્રશ્નો હોય છે જે કામ કરવામાં મુશ્કેલી થતી હોય છે..
બાઈટ-વિમલ ચુડાસમા ( ધારાસભ્ય – સોમનાથ વિધાનસભા )
નોંધપાત્ર છે કે વેરાવળ પાલિકા માં કોંગ્રેસ ના ચૂંટાયેલા 17 નગરસેવકો પ્રતિનિધિત્વ કરે છે પરંતુ મોટા ભાગે વિપક્ષ સભ્યો પાલિકા માં પ્રજા ના પ્રાથમિક સુવિધા ની સમસ્યાઓ ને ઉકેલવા માં નિષ્ફળ સાબિત થયા છે. આખરે સોમનાથ વિધાનસભા ના યુવા ધારાસભ્ય વિમલ ચુડાસમા એ લોકો ની વેદના ને વાચા આપવા મેદાને આવવા ની ફરજ પડી હતી જેમાં યુથ કોંગ્રેસ ના પ્રમુખ અભય જોટવા, મહિલા કોંગ્રેસ ના આગેવાન અને પ્રદેશ મંત્રી ઉષા બેન કુશકિયા, જિલ્લા મહામંત્રી હીરાભાઈ રામ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ રાઈઠઠા, બકુલ ચાપડીયા સહિત ના કોંગી આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
બાઈટ-જતીન મહેતા ( ચીફ ઓફિસર – વેરાવળ નગરપાલિકા)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments