Saturday, October 23, 2021
Homeવેરાવળ માર્કેટીંગ યાર્ડ ખાતે ના મગફળી કેન્દ્ર પર ગેરરીતી સામે આવતા ચકચાર
Array

વેરાવળ માર્કેટીંગ યાર્ડ ખાતે ના મગફળી કેન્દ્ર પર ગેરરીતી સામે આવતા ચકચાર

ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ માર્કેટીંગ યાર્ડ ખાતે ના મગફળી કેન્દ્ર પર ગેરરીતી સામે આવતા ચકચાર જાગી છે.. સરકાર ના નીયમ ની એસી તેસી કરી ગેરકાયદે ખેડૂતો ની ૨૦૦ ગ્રામ થી વઘુ મગફળી જોખી લેવામાં આવતી હોવા નો પર્દાફાશ થયો. દીન પ્રતીદીન ખેડૂતો અનેક સમસ્યાઓ નો સામનો કરી રહયો છે એવા માં ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ખાતે સરકારી મગફળી કેન્દ્ર પર ખેડૂતો સાથે છેતરપીડી કરી ખુલ્લેઆમ લુંટ ચલાવાતી હોવાનો કીસ્સો પ્રકાશ માં આવ્યો છે. સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસે થી મગફળી ખરીદી ની શરૂઆત કરી છે ત્યારે સરકાર ના નીયમ મુજબ ૩૦ કી.લો મગફળી ની બોરી જે એક કીલો બારદાન ના વજન સાથે ૩૧ કીલો નો તોલ કરવાનો પરીપત્ર જાહેર કર્યો છે.

 

પરંતુ વેરાવળ માર્કેટીંગ ખાતે ના સરકારી મગફળી ખરીદ કેન્દ્ર પર ગેરકાયદે સર ખેડૂતો ની મગફળી ૩૧ કીલો અને ૨૦૦ ગ્રામ જોખવા માં અવી રહી છે. આ બાબતે વેરાવળ તાલુકાના બાદલપરા ગામના એકા જાગૃત યુવા ખેડૂતો કાના બારડે વિરોઘ નોંઘાવતા ખેડૂતો ની ગેરકાયદે વઘારે મગફળી જોખી લેવાતી હોવા ની ગેરરીતો નો પર્દાફાશ થયો છે.

ખેડૂતો સાથે ગેરરીતી આચરી ર૦૦ ગ્રામ થી વઘુ મગફળી વઘુ જોખાતી હોવાની વાત સામે આવતા એક તબ્બકે સ્થાની મગફળી કેન્દ્ર પરના અઘિકારી અજાણ હોવાનુ જણાવેલ પરંતુ મગફળી નો વજન કરી બોરી ભરતા મજુરો નું સ્પષ્ટ કહેવુ હતુ કે ૩૧ કીલો અને ૨૦૦ ગ્રામ વજન કરવા અમો ને અઘિકારીઓ દ્વારાજ સુચના આપવામાં આવી છે.. સમગ્ર ગેરરીતી સામે આવતા અને ખેડુતો નો રોષ જોતા વેરાવળ મગફળી કેન્દ્ર પરના અઘિકારી એ મજુરો ને નીયમ મુજબ ૩૧ કીલો નો જ વજન કરવા સુચના આપી હતી.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments