Sunday, November 28, 2021
Homeવેરાવળ : રાજય સભા ના સાંસદે ફાળવી ૪૭ લાખ ની માતબર રકમ...
Array

વેરાવળ : રાજય સભા ના સાંસદે ફાળવી ૪૭ લાખ ની માતબર રકમ ની ગ્રાન્ટ,

ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ શહેર ની મઘ્યે વર્ષો પહેલા ઘડીયાળ સાથે નો ભવ્ય ટાવર નિર્માણ પામેલ જેના કારણે શહેરનો આ મઘ્ય વિસ્તાર ટાવર ચોક થી પ્રચલીત બન્યો હતો.  જો કે થોડા વર્ષો અગાઉ આ ટાવર ની અતિ જર્જરીત સ્થીતી ને પગલે ટાવર ને જમીનદોસ્ત બનાવી તે સ્થળે સર્કલ બનાવવા માં આવેલ. વેરાવળ ના આ મુખ્ય ચોક માંથી ભલે ટાવર ને જમીન દોસ્ત કરી દેવાયો હતો પરંતુ લોકોના મુખે વણાય ગયેલ ટાવરચોક નું નામ આજે પણ યથાવત હતુ.
છેલ્લા થોડા સમય થી વેરાવળ શહેર ના આ મુખ્ય ચોક માં ફરી ભવ્ય ટાવરચોક નું નિર્માણ થાય તે માટે શહેરીજનો માં પ્રબળ માંગ ઉઠી હતી કારણ કે ટાવરચોક એ વેરાવળ શહેર ની એક અોળખ સમાન બની ગયેલ અને વેરાવળ ની આ અોળખ ફરી પ્રસ્થાપીત થાય તે માટે સતાઘારી ભાજપ દ્વારા ગતીવીઘી હાથ ઘરવામાં અાવેલ. આ સમયે જ વેરાવળ ના અને રાજય સભા માં પ્રતિનીઘીત્વ કરતાં સાંસદ ચુનીભાઇ ગોહેલ દ્વારા વેરાવળ શહેર ની અોળખ ને ફરી પ્રસ્થાપીત કરવા માટે ટાવરચોક ના નિર્માણ માટે પોતાના સંસદ ફંડ માંથી ગ્રાન્ટ આપવા તૈયારી દર્શવી હતી અને તેની પાછળ પણ એક સચોટ કારણ રહેલ કારણ કે રાજય સભા ના સાંસદ ચુનીભાઇ ગોહેલ ના પીતા કાનજીભાઇ ગોહેલ જેતે સમયે વેરાવળ નગર પાલીકા ના પ્રમુખ હતાં અને તે સમયે જ વેરાવળ મઘ્યે ભવ્ય ટાવરચોક નું નિર્મણ થયેલ.સમયાંતરે જમીનદોસ્ત થયેલ ટાવર નું ફરી તેમના જ પુત્ર ના હસ્તે નવનિર્માણ થઇ રહયું છે તે એક શુભગ સમન્વય સામે આવેલ છે.
નિર્માણાઘીન અઘતન ટાવરચોક નું ભુમીપૂજન રાજયસભા ના સાંસદ ચુનીભાઇ ગોહેલ, જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, અને માજી કેબીનેટ મંત્રી જશાભાઇ બારડ ના હસ્તે થયેલ.
આ તકે રાજયસભા ના સાંસદ ચુનીભાઇ ગોહેલ દ્વારા મીડીયા સાથે ની વાત માં જણાવેલ કે, વેરાવળ શહેર ની મઘ્યે ફરી નિર્માણાઘીન ટાવર ચોક ના કામ ને શહેરીજનો પોતાનુ કામ સમજી રહયા છે કારણ કે શહેરીજનો ની ઘણાં સમય ની ટાવરચોક માં ફરી ભવ્ય  ટાવર નું નિર્માણ થાય તેવી લાગણી રહેલી હતી.

બાઇટ : ચુનીભાઇ ગોહેલ ( રાજય સભા ના સાંસદ )

 
 
૪૭ લાખની માતબર રકમ ને ખર્ચે નિર્માણાઘીન ટાવરચોક નું કામ આગામી પાંચ માસમાં પુર્ણ થશે જેની કામગીરી પી.ડબલ્યુ.ડી વિભાગ દ્વારા હાથ ઘરવામાં આવશે નવનિર્મીત ટાવરચોક ના ભુમપુજન પ્રસંગ ના કાર્યક્રમ માં માજી નગરપાલીકા પ્રમુખ રવિ ગોહેલ, કીશોર કુહાડા સહીત ભાજપ ના પદાઘીકારીઅો અને કાર્યકરો સહીત શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહયા હતા. 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments