Tuesday, September 21, 2021
Homeવેરાવળ : હીરણ-૨ ડેમ માંથી સિંચાઇ માટે પાણી મેળવવા ખેડુતો કરી રહયા...
Array

વેરાવળ : હીરણ-૨ ડેમ માંથી સિંચાઇ માટે પાણી મેળવવા ખેડુતો કરી રહયા છે આજીજી, સીંચાઇ નુ પાણી નહી અપાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન ના મુડ માં….

વેરાવળ નજીક ના હીરણ-૨ ડેમ માંથી સિંચાઇ માટે પાણી મેળવવા ડેમના કમાન્ડ એરીયા ના ૨૩ ગામો ના ખેડુતો આજીજી કરી રહયા છે તો બીજી તરફ વિભાગ દ્વારા ઉઘોગો ને પાણી કાપ માથી મુકતી આપતા ખેડૂતો રોષે ભરાયેલ છે… જો ખેડૂતો ને સીંચાઇ નુ પાણી નહી અપાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન ના મુડ માં….

 

ગીર સોમનાથ જીલ્લાનો સૈાથી મોટો અને આઠ જેટલી સંસ્થાઅો જેમાંથી પાણી ઉપાડે છે તેવા ઉમરેઠી ગામે આવેલ હીરણ – ૨ ડેમ માં ખેડૂતો ને સીંચાઇ માટે પાણી મેળવવા માંગ કરી છે…
તો બીજી તરફ સીંચાઇ વિભાગ દ્વારા આ ડેમ માંથી પાણી ઉઠાવતા ઇન્ડીયન રેયોન અને જી.એચ.સી.એલ કંપની પર મુકવા માં આવેલ પાણી કાપ ઉઠાવી લેતા વિવાદ સર્જાયો છે…
ડેમ ના કમાન્ડ એરીયા માં આવતા વેરાવળ  અને તાલાલા તાલુકાના ૨૩ ગામો ના ખેડૂતો નું કહેવુ છે કે જો સીંચાઇ વિભાગ ઉઘોગો નો પાણી કાપ ઉઠાવી શકે તો ખેડૂતો ને સિંચાઇ નું પાણી કેમ ન આપે..

 

 


વાયુ વાવાઝોડા માં વરસેલ વરસાદ માં આ વિસ્તાર માં ખેડૂતો એ વાવણી કરી દીઘેલ અને હાલ એક માસ જેવો સમય વિતી જતાં પણ વિના ઉભો મોલ મુરાઝાઇ રહયો છે જેને લઇ ખેડૂતો ચીંતીત બન્યા છે.


હીરણ – ૨ ડેમ ના મદદનીશ ઇજનેર નરેન્દ્ર પીઠીયા દ્વારા ખેડૂતો ની સીંચાઇ ના પાણી માટે રજૂઆત મળી હોય અને આ બાબતે વડી કચેરી ના નીર્ણય બાદ સીંચાઇ નું પાણી આપવામાં આવશે તેમ જણાવેલ જયાર ઇન્ડીયન રેયોન અને જી.એચ.સી.એલ કંપની ને દસ દીવસ વહેલો પાણી કાપ ઉઠાવી લેવા બાબતે વડી કચેરી ના આદેશ અનુસાર કાર્યવાહી કરી હોવાનું જણાવેલ છે.


બાઇટ : નરેન્દ્ર પીઠીયા ( મદદનીશ ઇજનેર – હીરણ-ર સીંચાઇ યોજના )


23 ગામના ખેડૂતો ની આ મામલે બેઠક મળી અને જો સિંચાઈ નું પાણી ન મળે તો ઉગ્ર આંદોલન અને હાઇકોર્ટ ના દરવાજા ખખડાવવા ની પણ તૈયારી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments