Thursday, August 5, 2021
No menu items!
Homeવેરાવળ : 100 જેટલા લોકોએ પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરી વાહનોને આગ...
Array

વેરાવળ : 100 જેટલા લોકોએ પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરી વાહનોને આગ ચાંપી, ASP સહિત 2 ઈજાગ્રસ્ત

રાજકોટ : વેરાવળમાં ગત રાત્રે પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન 2 શખ્સો લથડીયા ખાતા-ખાતા આવતા હતા. જેથી પોલીસે તેને રોકીને પૂછપરછ કરી હતી. જે દરમિયાન 100 જેટલા લોકોનાં ટોળાએ સોડાની બોટલ, પથ્થરો અને લાકડાના ધોકા વડે પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પોલીસકર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. આ સાથે જ ASPના બુલેટને પણ ટોળાએ આગચાંપી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ફરજ પરના પોલીસકર્મી કરનશભાઈ અને ASP અમીત વસાવા રાત્રીનાં સમયે પેટ્રોલીંગમાં હતા. ત્યારે અસામાજીક તત્વોએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મીને ફ્રેક્ચર થયું હતું જ્યારે બીજા પોલીસકર્મીને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ જણાવ્યું કે અસામાજીક તત્વોએ ASPના મોટરસાઈકલમાં તોડફોડ કરી સળગાવી દીધુ હતુ. સાથે અન્ય ગાડીમાં પણ નુકસાન પહોંચાડ્યું હતું. હાલ પોલીસે તમામ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આરોપીઓના નામ

  • લાલો ખારવો ડંકી
  • છોટુ મોનજી ગોહેલ
  • છોટુનો ભાઈ કીશોર
  • વિનુ ઉર્ફે ચાપીયો
  • રમેશ ઉર્ફે ચાંદલો કાળો પાનવાળો
  • ધરમશી લખમ ઉર્ફે બાંડીયો બાલાજી ગ્રુપવાળો
  • નવનીત ફોફંડી
  • પ્રભુદાસ ઉર્ફે પભલો
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments