Sunday, November 28, 2021
Homeવેલેન્ટાઈન્સ ડેના દિવસે કરોડપતિ પરિવારની આઠ યુવતીનું એક સાથે સંયમના માર્ગે પ્રયાણ
Array

વેલેન્ટાઈન્સ ડેના દિવસે કરોડપતિ પરિવારની આઠ યુવતીનું એક સાથે સંયમના માર્ગે પ્રયાણ

સુરતઃ દીક્ષાનગરી તરીકે મનાતા સુરતમાં આગામી 14 ફેબ્રુઆરીના રોજ ખૂબ જ સાધનસંપન્ન વેપારી પરિવારની 8 યુવતીઓ સંસારની મોહમાયાનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરશે અને જૈન સાધ્વી બની જશે. આ યુવતીઓની ઉંમર 14થી 27 વર્ષની વચ્ચે છે. જેમાંથી કેટલીક યુવતીઓ ગુજરાત બહારથી કર્ણાટક, મુંબઈ અને રાજસ્થાનની રહેવાસી પણ છે. અેક સાથે આટલી સંખ્યામાં યુવતીઓ દીક્ષા ગ્રહણ કરતી હોય તેવો પ્રસંગ બે દાયકા બાદ જોવા મળશે.

આચાર્ય રશ્મીરત્ન સુરીજી અત્યારસુધીમાં 414 દીક્ષા આપી ચૂક્યા છે

સુરત જ નહીં, બહારથી પણ મુમુક્ષુઓ દીક્ષા લેવા સુરત આવશે

આગામી ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં મોટાપ્રમાણમાં દીક્ષાના આયોજનો થઈ ચુક્યાં છે. વેલેન્ટાઈન્સ ડેના દિવસે જ આઠ યુવતી-મહિલાઓ દીક્ષા લઈને સંયમના માર્ગે આગળ વધવા જઈ રહી છે. 9 ફેબ્રુઆરીએ રાકેશભાઈ, સીમાબેન, મીત અને શૈલીની દીક્ષા. 10મીએ રાજશ્રી અને ખુશીની દીક્ષા. 14 ફેબ્રુઆરીએ 8 દીક્ષા, 3 માર્ચે મુમુક્ષુ મોક્ષાલીની દીક્ષા, 8 માર્ચે ગણી પદવી સમારોહ, 13મીએ દૃષ્ટિ અને પૂજાની દીક્ષા અને 21 એપ્રિલે મુમુક્ષુ સ્વીટીની દીક્ષા યોજાશે.જેમાં માત્ર સુરત જ નહી પરંતુ ગુજરાત અને ગુજરાત બહારથી પણ દીક્ષાર્થીઓ દીક્ષા લેવા માટે સુરત આવવાના છે.

ગુણરત્ન સુરીજીએ એક સાથે 28 મુમુક્ષુને દીક્ષા આપી હતી

આ કાર્યક્રમના આયોજક કૈલાશનગર જૈન સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે, ‘આવું ભાગ્યે જ જોવા મળે છે કે જેમાં તમામ દીક્ષા લેનારું ગ્રૂપ મહિલાઓનું હોય. આ પહેલા આવું લગભગ 2 દાયકા પહેલા બન્યું હતું.’ આચાર્ય રશ્મીરત્ન સુરીજી, જેમણે અત્યાર સુધીમાં 414 મુમુક્ષુઓને દીક્ષા આપીને ધર્મના માર્ગે આગળ કર્યા છે. અંદાજે 18 વર્ષ પહેલા રશ્મીરત્ન સુરીજીના ગુરુ આચાર્ય ગુણરત્નસુરીજી દ્વારા એક સાથે 28 લોકોને દીક્ષા આપવામાં આવી હતી. જોકે તમાં મોટાભાગના પુરુષો હતા. તેમણે વધુમાં કહ્યું કે, ‘એવું ખૂબ ઓછું બને છે કે 2-3થી વધારે મહિલા એક સાથે દીક્ષા લે છે.’

દાદાના મૃત્યુએ રાજસ્થાનની પૂજાને સંસાર છોડવા પ્રોત્સાહન આપ્યું

આ દીક્ષા લેનારી યુવતીઓ પૈકી એક પૂજા છાજેડ, રાજસ્થાનના ઘાસચારાના વેપારીની 22 જ વર્ષની દીકરી કહે છે કે ‘પહેલા મને ઘણાબધા સાંસારીક મોહની લાલસા હતી. પરંતુ જોકે અમારા માતાપિતા પહેલાથી જ અમને મોક્ષ અને ત્યાગ લઈ દીક્ષાના માર્ગે ચાલવા માટે પ્રોત્સાહન આપતા હતા. જોકે મારો ભાઈ સંસારના મોહને ત્યાગી શક્યો નહીં પણ બે વર્ષ પહેલા જ્યારે મારા દાદાનું મૃત્યુ થયું ત્યારથી મારી દુનિયા બદલાઈ ગઈ છે. મને સંસારના મોજશોખ મિથ્યા લાગવા લાગ્યા છે.’

પાલનપુરની 18 વર્ષીય સ્નેહીને બાળપણથી જ ધર્મ પ્રત્યે લગન

દીક્ષા લેનાર અન્ય યુવતીઓ પૈકી પાલનપુરની સ્નેહી કોઠારી માત્ર 18 વર્ષની છે. તેના કાકા હિરેન શાહે કહ્યું કે, ‘સ્નેહી બાળપણથી જ ધર્મ પ્રત્યે વધુ આસક્ત હતી. તેના બે આન્ટીએ પણ દીક્ષા લીધી હતી અને સ્નેહી નાનપણથી જ વેકેશનમાં તેમની પાસે જઈ સત્સંગમાં ભાગ લેતી હતી. હવે તેણે દીક્ષા લઈને મોક્ષના માર્ગે જવા તૈયારી કરી છે.’ આ ઉપરાંત દીક્ષા લેનારી યુવતીઓમાં સુરતની જ રાષ્ટ્રીય કક્ષાની જીમનાસ્ટિક ખેલાડી પુજા શાહ પણ સામેલ છે. તેણે કહ્યું કે, ‘સાધ્વી બનવા માટે મે એમ.કોમનો અભ્યાસ છોડી દીધો છે. આગામી ફેબ્રુઆરી 14એ તેનો બર્થ ડે પણ છે.’

મુંબઈની 14 વર્ષની મહેક આઠેયમાં સૌથી નાની વયની મુમુક્ષુ

આ ત્રણ યુવતી ઉપરાંત બીજી યુવતીઓ જે સંસારની મોહમાયા ત્યાગી મોક્ષના માર્ગે જવા દીક્ષા લઈ સાધ્વી બનશે. તેમાં સુરતની ધ્રુવી કોઠારી (24), બારડોલીની સ્વિટી સંઘવી (23), મુંબઈની મહેક કમલેશભાઈ (14), તુમકુર કર્ણાટકની ખુશી એચ. વિશાલ (18) અને ભાવનગર નજીકના વેરળ ગામની મિંજલ શાહ (27) છે

નેશનલ લેવલની જિમ્નાસ્ટ પૂજા શાહ પણ દીક્ષા લેશે

માસ્ટર ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી અને નેશનલ લેવલની જિમ્નાસ્ટ પૂજા શાહ 14 ફેબ્રુઆરીના રોજ દીક્ષા લેવા જઈ રહી છે. આચાર્ય ગુણરત્નસૂરિ મહારા’જની નિશ્રામાં એક જ વર્ષમાં પૂજા સંયમના માર્ગે જવા મક્કમ બની છે. એક જ વર્ષમાં સિદ્ધિતપ, નવ્વાણુંની યાત્રા અને છટ ચોવિહારની કપરી આરાધનાઓ સંપન્ન કરી. તે સાત ગાઉની જાત્રા પણ બે વાર કરી ચૂકી છે.

પૂજાના ફોઈ પણ વર્ષો પહેલાં દીક્ષા લઈ ચુક્યા છે

પૂજાનો પરિવાર ડીસાનો છે. અગાઉ તેના ફોઈ મહારાજે દીક્ષા લીધી હતી. ત્યારબાદ દીક્ષા લેનાર પૂજા બીજી સભ્ય છે. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં એક જ વર્ષમાં પૂજા સંયમના માર્ગે જવા મક્કમ બની છે. એક જ વર્ષમાં સિદ્ધિતપ, નવ્વાણુંની યાત્રા અને છટ ચોવિહારની કપરી આરાધનાઓ સંપન્ન કરી. તે સાત ગાઉની જાત્રા પણ બે વાર કરી ચૂકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments