Tuesday, September 28, 2021
Homeવોટર લિસ્ટમાંથી નામ થઈ ગયું છે ગાયબ તો શું કરશો, જાણો સરળ...
Array

વોટર લિસ્ટમાંથી નામ થઈ ગયું છે ગાયબ તો શું કરશો, જાણો સરળ સ્ટેપ્સમાં

લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને એક વોટર તરીકે તમારે પણ મતદાન માટે તૈયાર થઇ જવું જોઇએ. ચૂંટણી પંચે એ તમામ વોટર્સને એક વોટર સ્લિપ આપે છે, જેનું નામ વોટર્સના લિસ્ટમાં સામેલ હોય છે. આ સ્લિપની સાથે એક ફોટો આઇડી પ્રૂફને ચૂંટણી પંચ દ્વારા વોટર કાર્ડ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. જો કોઇને વોટર સ્લિપ મળતી નથી તો એ ઑનલાઇન પોતાનું નામ વોટર લિસ્ટમાં જોઇ શકે છે અથવા હેલ્પલાઇન પર કૉલ કરી શકે છે. વોટર લિસ્ટમાં તમારો ઇનરોલમેન્ટ ચેક કરવા માટે આ સ્ટેપ્સ ફૉલો કરો.

સ્ટેપ 1- નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ https://www.nvsp.in પર જાવ અથવા NSVP સર્ચપેજ પર જાવ.

સ્ટેપ 2- જો તમારી પાસે EPIC નંબર છે તો ‘Search by EPIC number’ પર ક્લિક કરો. જો નથી તો ‘Search by details’ પર જાવ.

જો સર્ચ કરવા પર તમને ડિટેલ્સ જોવા મળી રહી નથી તો એનો મતલબ એ છે કે નામ વોટર્સ લિસ્ટમાં નથી. એવામાં તમારે ફરીથી રજિસ્ટર કરાવવું પડશે. જો તમારું નામ સર્ચમાં જોવા મળે છે તો તમે વોટ આપવા માટે ઇલિજિબલ છો. વોટર તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે ફૉર્મ 6 ભરીને વિધાનસભા ક્ષેત્રના ઇલેક્શન રજિસ્ટ્રેશન ઑફિસરની પાસે જમા કરવાનું હોય છે. ત્યારબાદ તમારું નામ વોટર્સ લિસ્ટમાં સામેલ કરી લેવામાં આવે છે. તમે ઑનલાઇન પણ આ સ્ટેપ્સને ફૉલો કરીને આ ફૉર્મ ભરી શકો છો.

સ્ટેપ 1- www.eci.nic.in અથવા ચીફ ઇલેક્ટોરલ ઑફિસરની વેબસાઇટ ઓપન કરો. ‘Online Voter Registration’ ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 2- યૂઝરનેમ અને પાસવર્ડની સાથે સાઇનઅપ કરો.

સ્ટેપ 3- એક પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરો.
સ્ટેપ 4- તમારા ઘર અને આયુષ્ય પ્રમાણ પત્ર તરીકે આઇડી અપલોડ કરો અને તમામ ડીટેલ્સ ભરી દો.

ત્યારબાદ બૂથ લેવલ ઑફિસર તમારા ઘરેથી ડૉક્યૂમેન્ટ્સ કલેક્ટ કરી શકે છે. પ્રક્રિયાના 45 દિવસની અંદર વેરિફિકેશન બાદ તમારું વામ વોટર લિસ્ટમાં જોડાઇ જશે અને તમે આગળની ચૂંટણીમાં વોટ કરી શકશો. આ સ્ટેપ્સ માટે ચૂંટણી પંચે Voter Helpline એપ પણ લોન્ચ કરી છે. આ એપ એન્ડ્રોઇડ ફોન્સ માટે અવેલેબલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments