Tuesday, September 21, 2021
Homeવોટ્સએપનાં બીટા વર્ઝન 2.19.66 માં આવી બગ, આપોઆપ ડીલિટ થઈ રહ્યા છે...
Array

વોટ્સએપનાં બીટા વર્ઝન 2.19.66 માં આવી બગ, આપોઆપ ડીલિટ થઈ રહ્યા છે ફોટો

વોટ્સએપમાં એક નવી બગ યૂઝર્સને પરેશાન કરી રહી છે. મળતી માહિતી મુજબ વોટ્સએપનાં લેટેસ્ટ બીટા વર્ઝન 2.19.66 માં બગ આવી ગઈ છે. જેના કારણે યૂઝર્સનાં ફોટોગ્રાફ આપોઆપ ગાયબ થઈ રહ્યા છે. જે યૂઝર્સે વોટસએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યું છે તેમને આ બગ પરેશાન કરી રહી છે. એક સારી બાબત એ છે કે, ગૃપ ચેટનાં ફોટો ગેલેરીમાં સેવ થઈને રહે છે જેથી તે ડીલિટ નથી થતી. બીટા યૂઝર્સે આ પ્રોબ્લેમને ટ્વિટર ઉપર શેર કરીને અન્ય લોકોને અપડેટ વર્ઝન ડાઉનલોડ કરવાથી સાવચેત કર્યા છે.

વોટ્સએપનાં આ નવા અપડેટમાં કોઈ નવું ફીચર્સ પણ નથી આપવામાં આવ્યું. કેટલાંક યૂઝર્સનું કહેવું છે કે વોટ્સએપ આ સંદર્ભે ફિક્સ રિલિઝ પણ કરી ચૂક્યૂં છે છતાં પણ યૂઝર્સના ફોટો ડીલિટ થવાનો પ્રોબ્લેમ યથાવત રહ્યો છે. આ અપટેડ બીટા વર્ઝનને લઈને ઘણા યૂઝર્સનો એવો પણ પ્રશ્ન છે કે, વોટ્સએપ સ્ટેટસ જોવું અને શોધવું હવે એઠલું સરળ નથી રહ્યું.

આ અંગે એવું પણ સામે આવી રહ્યું છે કે, બગના કારણે વોટ્સએપ સ્ટેટસ ગ્રે કલરનું દેખાવા લાગે છે. જેથી યૂઝર્સને એવું લાગે છે કે સામેવાળાએ તેને બ્લોક કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈફોન યૂઝર્સ માટે વોટ્સએપમાં આવનાર પ્રોબ્લેમને ફિક્સ કરવાનું કહ્યું હતું. જેમાં ફેક આઈડીને પાસ કરીને કોઈપણ યૂઝર્સની ચેટ અને મેસેજ વાંચી શકાતા હતા. હવે જોવું એ રહ્યું કે કંપની હવે આ બગને ક્યારે દૂર કરશે.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments