વોડાફોન-આઈડિયાએ આઈટી આઉટસોર્સિંગ માટે આઈબીએમ સાથે 5 વર્ષની ડીલ કરી

0
13

નવી દિલ્હીઃ વોડાફોન-આઈડિયાએ આઈબીએમ સાથે 5 વર્ષની આઈટી આઉટસોર્સિંગ ડીલ કરી છે. કંપનીએ તેની કિંમત બહાર પાડી નથી પરંતુ કેટલાક રિપોર્ટ મુજબ લગભગ 70 કરોડ ડોલર (4830 કરોડ રૂપિયા)માં આ ડીલ થઈ છે. વોડાફોન-આઈડિયાનું કહેવું છે કે આ ડીલથી આઈટી સંબધિત ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.

2025 સુધી દેશમાં મોબાઈલ ડેટા યુઝ 5 ગણો થઈને 13 એક્સાબાઈટ પ્રતિ મહિને પહોંચી જશે

આઈબીએમ સાથે ડીલ થવાથી વોડાફોન-આઈડિયાને હાઈબ્રિડ કલાઉડ બેઝડ ડિજિટલ પ્લેટફોર્મ મળશે. તેનાથી બિઝનેસને અસરકારક અને સરળ બનાવવામાં મદદ મળશે. વોડાફોન-આઈડિયાના 38.7 કરોડ સબસ્ક્રાઈબર છે. કંપનીનું કહેવું છે કે નવા ડિજિટલ પ્લેટફોર્મથી ડેટાની માંગ વધવાનું દબાણ ઓછું થશે. તેનાથી ગ્રાહકોને સારી સુવિધા આપવાનું પણ શકય થઈ શકશે.

એનાલિસ્ટનું કહેવું છે કે વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ તેના નેટવર્કની ક્ષમતા વધારવા અને ભવિષ્ય માટે ઈન્ફ્રાસ્ટ્રકર તૈયાર કરવા પર મોટું રોકાણ કરી રહી છે. 2025 સુધી દેશમાં મોબાઈલ ડેટા યુઝ 5 ગણો થઈને 13 એક્સાબાઈટ પ્રતિ મહિને પહોંચી જશે.