વોડાફોન-આઈડિયા રાઈટ્સ ઈશ્યુથી 25000 કરોડ એકત્રિત કરશે

0
38

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે વોડાફોન-આઈડિયા 25000 કરોડ રૂપિયા એકત્રિત કરશે. કંપની રાઈટસ ઈશ્યુ દ્વારા ફન્ડ એકત્રિત કરશે. કંપનીના બોર્ડે તેની મંજૂરી આપી છે. પ્રમોટર શેરહોલ્ડર વોડાફોન ગ્રુપે 11,000 કરોડ અને આદિત્ય બિરલા ગ્રુપે રાઈટસ ઈશ્યુમાં 7,250 કરોડ રૂપિયા સુધીનું યોગદાન આપવાની વાત કરી છે. કંપનીએ સ્ટોક એકસચેન્જ ફાઈલિંગમાં આ માહિતી આપી છે.

ઈશ્યુ સબસ્ક્રાઈબ નહિ થયા હોય તો તેને પ્રમોટર શેરહોલ્ડર ખરીદશે

  • પ્રમોટરે શેરહોલ્ડર્સને કહ્યું છે કે જો રાઈટ્સ ઈશ્યૂ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થશે નહિ તો તેમની પાસે બચેલો હિસ્સો ખરીદવાનો અધિકાર હશે. કંપની બોર્ડે મૂડી એકત્રિત કરવા માટે સંબધિત સમિતિને નિયમ અને શરતો નક્કી કરવાનો અધિકાર આપ્યો છે.
  • કેપિટલ રેજિંગ કમિટી ઈશ્યુ પ્રાઈસ, રેકોર્ડ તારીખ અને રાઈટ્સ ઈશ્યુ લાવવાનો સમય નક્કી કરશે. કંપનીના પ્રમોટર રાઈટ્સ ઈશ્યુ દ્વારા બીજી વખતે ફન્ડ એકત્રિત કરશે. અગાઉ વોડાફોન અને આદિત્ય બિરલા ગ્રુપે વોડાફોન-આઈડિયાના મર્જરના સમયે 14,410 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. બંને કંપનીઓએ 1 સપ્ટેમ્બર 2018થી સંયુક્ત રૂપથી ઓપરેશન શરૂ કર્યું હતું. વોડાફોન પર 1.26 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
  • મર્જર બાદ વોડાફોન-આઈડિયા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે. તેના 42.2 કરોડ ગ્રાહક છે. 2018ના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં તેનો રેવન્યુ માર્કેટ શેર 32.2 ટકા હતો. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વોડાફોન-આઈડિયાને 5,006 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here