Tuesday, December 7, 2021
Homeવ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું- ભગવાન ઈચ્છતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને
Array

વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું- ભગવાન ઈચ્છતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને

વોશિંગ્ટનઃ વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું કે, તેમણે વિશ્વાસ હતો કે 2016માં ડોનાલ્ડ ટ્રમ્પ જ અમેરિકાનાં રાષ્ટ્રપતિ બનશે. સેન્ડર્સે કહ્યું કે, ઈશ્વરની ઈચ્છા હતી કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતે. ભગવાને સૌની માટે સમયનુસાર જુદા જુદા પાત્રો નક્કી કર્યા છે. આ જ કારણે ટ્રમ્પ આજે રાષ્ટ્રપતિ પદ પર છે.

વિપક્ષ પર નિશાન સાધ્યુ

મેક્સિકો દીવાલ પર કરવામાં આવેલા પ્રશ્નનાં જવાબમાં સેન્ડર્સે કહ્યું, ટ્રમ્પ આ પગલાંથી ફક્ત દેશવાસીઓની સુરક્ષા જ કરવા માંગે છે, જે એક રાષ્ટ્રપતિ તરીકેની મૂળ જવાબદારી છે. હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવનાં સ્પીકર નેન્સી પેલોસીએ મેક્સિકો પર દિવાલ બનાવવા નિર્ણયને ખોટો અને અનૈતિક ગણાવ્યો હતો. જેનો વળતો જવાબ સેન્ડર્સે આપ્યો હતો.

સિરીયામાં કુર્દ અને ઈસાઈ સુરક્ષિત રહેશે

અમેરિકી ન્યૂઝ ચેનલ CBNને આપેલા ઈન્ટરવ્યૂમાં સેન્ડર્સે કહ્યું, મને લાગે છે કે, જે વાતની લોકોને ચિંતા છે તેની પર જ ટ્રમ્પે ધ્યાન આપ્યુ છે. સિરીયાથી જવાનોને પરત બોલાવવાનાં નિર્ણય પર સેન્ડર્સે કહ્યું કે, આ પગલાથી ત્યાનાં ઈસાઈઓ પર કોઈ ખતરો નહિ થાય, કારણ કે રાષ્ટ્રપતિએ કુર્દો સાથે ઈસાઈઓનું પણ સમર્થન કરવાની વાત કરી હતી. આ મામલામાં તેમણે તુર્કીને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો.

દીવાલની માંગને કારણે 35 દિવસ સુધી સરકારે હડતાળ કરી હતી

મેક્સિકોની સરહદ પર દિવાલ બનાવવા માટે અમેરિકી સંસદ(કોંગ્રેસ) પાસેથી ભંડોળ ન મળ્યાં બાદ 22 ડિસેમ્બરે અમેરિકા સરકાર 35 દિવસની હડતાળ (શટડાઉન) પર ઉતરી ગઈ હતી.જો કે આ કર્યા પછી પણ  સરકાર અને વિપક્ષ વચ્ચે દીવાલ પર સહમતિ નહોતી થઈ. ઈમરજન્સીને કારણે દેશભરનાં 8 લાખ કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ઘણા વિભાગોનું કામકાજ બંધ થવાથી લોકોને મફતમાં કામ કરવુ પડ્યુ હતુ. જો કે, 26મી જાન્યુઆરીએ ઈમજન્સી હટાવી દેવાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments