Thursday, October 21, 2021
Homeશંખ વગાડવાના છે અનેક ફાયદા, શરીરને મળે છે આ ચમત્કારિક લાભ
Array

શંખ વગાડવાના છે અનેક ફાયદા, શરીરને મળે છે આ ચમત્કારિક લાભ

હિન્દુ ધર્મમાં શંખનું ખુબ જ મહત્વ હોય છે. પૌરાણિક રૂપથી શંખની ઉત્પતિ સમુદ્રથી માનવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન મળેલા 14 રત્નોમાંથી છઠ્ઠુ રત્ન શંખ હતું. વિષ્ણુ પુરાણ મુજબ, માતા લક્ષ્મી સમુદ્રની પુત્રી છે જેથી શંખ અને દેવી લક્ષ્મીને ભાઇ-બહેન માનવામાં આવે છે. જેથી જે ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે.

હિન્દુ ધર્મમાં માંગલિક કાર્યો જેમ કે, લગ્ન કે ધાર્મિક પ્રસંગો જેવા કાર્યોમાં શંખ વગાડવાનો નિયમ છે, પરંતુ શું તમે જાણો છો કે, શંખ વગાડવાથી ઘણી બિમારીઓ પણ દુર થાય છે. આજે અમે તમને જણાવશું કે, શંખ વગાડવા પાછળ વૈજ્ઞાનિક મહત્વ શું છે અને કયા ફાયદા થાય છે.

શંખ વગાડતી વખતે આપણા ફેફસાને ઘણી જ સારી કસરત મળે છે. પુરાણોમાં કહેવામાં આવેલા પ્રમાણે જો શ્વાસનો રોગી નિયમિત શંખ વગાડે તો તે વ્યક્તિ બિમારીમાંથી જલ્દી મુક્ત થાય છે. રોજ શંખ વગાડવાવાળાને ગળા અને ફેફસાંના રોગ થતાં નથી.

શંખથી મુખના તમામ રોગોનો નાશ થાય છે. શંખ વગાડવાથી ચહેરો, શ્વસનતંત્ર, શ્રવણ તંત્ર તથા ફેફસાને કરસત મળે છે. શંખવાદનથી સ્મરણ શક્તિ પણ વધે છે. શંખ ત્વચાના રોગો માટે પણ ઘણો જ ફાયદાકારક છે. રાત્રે શંખમાં પાણી ભરીને રાખો અને સવારે ઉઠીને તે પાણીથી ત્વચા પર મસાજ કરો. આ પાણીથી મસાજ કરવાથી કેટલાય પ્રકારની ત્વચાની સમસ્યાથી છૂટકારો મળે છે.

શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસ હોય છે. તેને કારણે શંખમાં રાખેલા પાણીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને તે દાંત માટે પણ લાભદાયી છે. આંખોની સમસ્યા જેવી કે ડ્રાય આઈ સિન્ડ્રોમ, સોજા, આંખોમાં ઈન્ફેક્શન જેવી કેટલાય પ્રકારની સમસ્યા શંખના ઉપચાર કરવાથી ઠીક થઈ જાય છે. કોઈપણ સમસ્યા થવાથી શંખમાં રાખેલા પાણીને હથેળીઓ પર લઈને, તેમાં તમારી આંખોને ડૂબાડો અને પાંપણને ફેરવો. કેટલીક સેકન્ડ સુધી આ પ્રયોગ કરતા રહેવો.

આ ઉપરાંત આંખોનું તેજ વધારવા માટે રાતભર શંખમાં રાખેલા પાણી અને સાધારણ પાણીને બરાબર માત્રામાં મેળવી લો. તેનાથી આપની આંખોને ધોવો. તમારી આંખોનું તેજ ચોક્કસ વધી જશે. શંખમાં રાતભર રાખેલા પાણીમાં ગુલાબ જળ મેળવી લો. તેનાથી તમારા વાળને ધોવો. આવું કેટલાક દિવસો સુધી કરવાથી વાળનો રંગ પ્રાકૃતિક રીતે કાળો થઈ જશે. આ પાણીથી વાળ એકદમ મુલાયમ થાય છે. શંખવાદન કરવાથી ફેફસાંની દૂષિત હવા બહાર નીકળી જાય છે અને શરીરને એક અનોખી શક્તિ પ્રાપ્ત થાય છે.

રોજ આવું કરવાથી શરીર શક્તિશાળી બને છે અને તમારી કાર્ય કરવાની શક્તિ પણ વધી જાય છે. આ ઉપરાંત શંખની ધ્વની સતત સાંભળવાથી હ્રદયના રોગીઓ માટે લાભદાયી સાબિત થાય છે. તેના પ્રભાવથી હ્રદયાઘાત થવાની સંભાવના પણ ઘણી ઓછી થઈ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments