Tuesday, December 7, 2021
Homeશટડાઉન પર ગયેલા ઇન્ટેલિજન્સ એજન્ટ્સ માટે બુશે ખરીદ્યા પિત્ઝા, આપવા પહોંચ્યા
Array

શટડાઉન પર ગયેલા ઇન્ટેલિજન્સ એજન્ટ્સ માટે બુશે ખરીદ્યા પિત્ઝા, આપવા પહોંચ્યા

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શૅર કરી. જેમાં તેઓ પિત્ઝા ડિલીવર બોય દેખાઇ રહ્યા છે. શુક્રવારે શૅર કરવામાં આવેલી આ તસવીરમાં તેઓએ લખ્યું, લૉરા બુશ અને હું સિક્રેટ સર્વિસ સહિત હજારો ફેડરલ કર્મચારીઓના આભારી છીએ. આ લોકો વેતન વગર કામ કરી રહ્યા છે. અમે તેઓને ધન્યવાદ પાઠવીએ છીએ, જેઓએ કર્મચારીઓનું સમર્થન કર્યુ.

US ઇતિહાસમાં આ સૌથી લાંબી હડતાળ

બજેટ મંજૂર નહીં થતા શટડાઉન

હકીકતમાં, અમેરિકાની સરકાર છેલ્લાં 26 દિવસોથી શટડાઉન પર છે. દેશના ઇતિહાસમાં આ સૌથી લાંબી હડતાળ છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી બજેટ પર હસ્તાક્ષર નહીં કરવાના કારણે 8 લાખથી વધુ કર્મચારીઓ વેતન વગર રજા પર છે.

ટ્રમ્પ મેક્સિકો સીમા પર દીવાલ બનાવવા માટે સંસદ પાસેથી ફંડ્સ માંગી રહ્યા છે. જો કે, વિપક્ષી ડેમોક્રેટ પાર્ટીના વિરોધ બાદ તેઓની આ માંગ અત્યાર સુધી નથી માનવામાં આવી. જેના કારણે અનેક વિભાગોમાં 22 ડિસેમ્બરથી જ આંશિક રીતે કામકાજ બંધ છે.

બુશે ભોજનનો પ્રબંધ કર્યો

કર્મચારીઓની હડતાળ બાદ બુશે તેઓના ભોજનનો પ્રબંધ કર્યો હતો. તેઓએ કર્મચારીઓના ગતિરોધને ખતમ કરવા માટે અધિકારીઓ સાથે વાત પણ કરી. તેઓએ કહ્યું કે, આ સમયે બંનેપક્ષોના નેતાઓએ રાજનીતિ છોડીને એક સાથે આવવું જોઇએ અને હડતાળ ખતમ કરાવવી જોઇએ.

બુશના પ્રવક્તા ફ્રેડી ફોર્ડે એક ઇમેલમાં કહ્યું, બુશ હડતાળમાં સામેલ કર્મચારીઓની સાથે છે. સિક્રેટ સર્વિ એજન્ટ માટે પિત્ઝા ખરીદવા એક નાનકડું પગલું છે. અમે તેઓની સાથે ઉભા છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments