Sunday, September 19, 2021
Homeશત્રુઘ્ન સિન્હા 28મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે, ભાજપે જ્યાંથી પત્તુ કાપ્યું તે બિહારની...
Array

શત્રુઘ્ન સિન્હા 28મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે, ભાજપે જ્યાંથી પત્તુ કાપ્યું તે બિહારની સીટ પરથી જ ચૂંટણી લડશે

પટના: બિહારના પટના સાહિબથી સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ નેતા શત્રુઘ્ન સિન્હા 28 માર્ચે કોંગ્રેસમાં જોડાવાના છે. બિહારના પટના સાહિબથી તેમની ટિકિટ કપાતા જ તેમણે બીજેપી છોડવાના સંકેત આપી દીધા હતા. શત્રુઘ્ન સિન્હાની કોંગ્રેસમાં જોડાવાની વાત રાજ્યસભાના સાંસદ અને ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી.

અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે, શત્રુઘ્ન સિન્હા ઓફિશિયલી 28 માર્ચે સવારે 11.30 વાગે કોંગ્રેસમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે. નોંઘનીય છે કે શત્રુઘ્ન સિન્હા ભાજપમાં હતા ત્યારે બિહારના પટના સાહિબથી તેમનું પત્તુ કાપવામાં આવ્યું હતું અને હવે કોંગ્રેસમાંથી તેમને તે જ સીટ માટે લોકસભા ચૂંટણીની ટિકિટ આપવામાં આવશે અને તેઓ ભાજપના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સામે ચૂંટણી લડશે.

નોંધનીય છે કે, ગયા સપ્તાહમાં જ લોકસભા ચૂંટણી વિશે બિહાર એનડીએ દ્વારા 40 સભ્યોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ટિકિટ આપવામાં આવી છે. 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછીથી જ શત્રુઘ્ન સિન્હા સતત પાર્ટી વિરુદ્ધ નિવેદન કરી રહ્યા હતા અને થોડા દિવસ પહેલાં જ તેમણે રાફેલ મુદ્દે વડાપ્રધાન સામે સીધા પ્રહાર કર્યા હતા.

શત્રુઘ્ન સિન્હાએ આજે ટ્વિટ કરીને રાહુલ ગાંધીની લઘુતમ આવક યોજનાના પણ વખાણ કરતાં કહ્યું છે કે, આ માસ્ટર ઓફ સિચ્યુએશન રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક છે. તેમણે આગળ લખ્યું છે કે, આ યોજનાએ અમારા અમુક ખાસ લોકોને પરેશાન કરી દીધા છે અને તેથી તેમણે તુરંત એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘોષણના છળ-કપટ વાળી ગણાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments