શત્રુધ્ન કોંગ્રેસ કરતા પતિ ધર્મને વધારે મહત્વ આપાી રહ્યા છે

0
21

ભાજપમાં બળવો કરીને કોંગ્રેસનો છેડો પકડનારા શત્રુધ્ન સિન્હા બિહારના પટના સાહિબ બેઠક પરથી મેદાનમાં ઉતર્યા છે. અને તેમના પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીની લખનઉથી ઉમેદવાર છે. એવામાં શત્રુધ્ન પાર્ટી કરતા પતિ ધર્મને વધારે મહત્વ આપતા જોવા મળી રહ્યા છે. શત્રુધ્ન પૂનમ સિન્હાની ઉમેદવારી સમયે પણ સમાજવાદી પાર્ટી માટે વોટ માટે જનતાને અપીલ કરતા જોવા મળ્યા હતા. ગુરુવારે પણ શત્રુધ્ન સિન્હા અખિલેશ યાદવ સાથે સમાજવાદી પાર્ટીના મંચ પર કોંગ્રેસ વિરુદ્ધ મત માગતા જોવા મળ્યા હતા. આટલું જ નહી તેમને અખિલેશ યાદવ અને બસપા અધ્યક્ષ માયાવતીના ભરપુર વખાણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here