Monday, October 18, 2021
Homeશત્રુધ્ન સિન્હાએ ખેડૂતો માટેની PM કિસાન સન્માન નિધિ યોજનાને અપમાનજનક જણાવી
Array

શત્રુધ્ન સિન્હાએ ખેડૂતો માટેની PM કિસાન સન્માન નિધિ યોજનાને અપમાનજનક જણાવી

પટના: ભારતીય જનતા પાર્ટી(BJP)ના બળવાખોર અને નારાજ નેતા શત્રુધ્નસિંહાએ ફરી એક વખત સત્તારૂઢ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શત્રુધ્નસિંહાએ કહ્યું કે તાજેતરમાં વચગાળા બજેટમાં રજૂ કરેલી PM કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતોનું અપમાન છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા વચગાળા બજેટ 2019-20માં જાહેરાત કરી હતી કે જે ખેડૂતો પાસે બે હેકટર જમીન છે એવા આશરે 12 કરોડ ખેડૂતોમાંથી દરેક ખેડૂતના ખાતામાં પ્રતિ વર્ષ રૂ છ હજારની ધનરાશિ જમા થશે.

શત્રુધ્નસિંહાએ ટિ્વટ કરતા જણાવ્યું કે કોંગ્રેસના પૂર્વ નાણાપ્રધાન પી.ચિદંબરમના એ નિવેદનને સમર્થન આપતા કહ્યું કે રજૂ થનારુ અંતરિમ બજેટએ લેખાનુદાન નહોતુ બલકે વોટ માટેનું ગણતરી પુર્વકના લેખા જોખા રજૂ કરવાની કવાયત હતી. નોંધનીય છે કે રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મોદી પર હુમલો કરતા જણાવ્યું કે મોદીએ ઉદ્યોગપતિ ઓના કરોડો રૂપિયા માફ કર્યા પરંતુ ખેડૂતોના એક રૂપિયાનું દેવું માફ નથી કર્યુ! રાહુલે બજેટને, આખિરી જુમલા બજેટ જેવું ગણાવતા કહ્યું હતુ તે- વહાલા NoMo,ખેડૂતોને પ્રતિદિવસ રૂ.17 આપીને એમનું અપમાન કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments