જો તમે શનિદોષથી પરેશાન હોવ તો શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે નીચે આપેલા ઉપાય કરી શકો છો, પરંતુ તે પહેલાં જાણો ભગવાન શિવની પૂજા વિધિ..
આ વિધિથી કરો શનિદેવની પૂજા
– સવારે સ્નાન કરીને ભગવાન શંકર, પાર્વતી અને નંદીને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવીને બીલપત્ર, ગંધ, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પાન, સોપારી, લવિંગ અને ઇલાયચી ચઢાવો,
-સાંજે ફરીથી સ્નાન કરીને આ પ્રકારે જ શિવજીનો ષોડષોપચાર(સોળ સામગ્રીઓથી) પૂજા કરો. ભગાવન શિવને ઘી અને ખાંડથી બનાવેલ જવનો સત્તૂનો ભોગ લગાવો.
– આઠ દીવા આઠ દીશાઓમાં પ્રગટાવો. આઠવાર દીવો રાખતી વખતે પ્રણામ કરો. શિવ આરતી કરો. શિવસ્ત્રોત, મંત્ર જાપ કરો.
શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય-
શનિદાવરે અડદની દાળના બે વડા બનાવોઅને સાંજે જ્યારે સૂર્યાસ્ત થઈ ચૂર્યો હોય તે વખતે એ વડા પર છોડું દહીં અને સિંદૂર લગાવી લો. ત્યારબાદ આ વડાને કોઈ પીપળાના ઝાડની નીચે રાખી આવો. ત્યારબાદ પાછળ વળીને ન જુઓ. સીધા ઘરે આવીને હાથ-મુખ ધુઓ. એક વાતનું ધ્યાન રાખો કે એકવાતનું ધ્યાન રાખો કે દહીં અને વડામાં કોઈ મસાલાનો ઉપયોગ ન કરો. આ ઉપાયથી શનિદોષથી મુક્તિ મળી શકો છો