શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે અનિલ કપૂર-કંગના-અનુપમ ખેર દિલ્હી ગયા

0
50

મુંબઈઃ નરેન્દ્ર મોદી આજે (30 મે) સાંજે સાત વાગે રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ પદના શપથ લેવાના છે. આ સેરેમનીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સિવાય દેશ-વિદેશના આઠ હજાર મહેમાનો હાજર રહેવાના છે. આ લિસ્ટમાં બોલિવૂડ સેલેબ્સના નામ પણ સામેલ છે. કંગના રનૌત, કરન જોહર, અનિલ કપૂર, અનુપમ ખેર, હેમા સહિતના બોલિવૂડ સ્ટાર્સ શપથ સમારંભ માટે દિલ્હી પહોંચી ગયા છે. કેટલાંક સેલેબ્સ સાંજ સુધીમાં દિલ્હી આવશે. રજનીકાંત પણ શપથ સમારંભમાં હાજર રહેવાના છે.

મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા
કંગના રનૌત હંમેશાથી પીએમ મોદી તથા ભાજપની સપોર્ટર રહી છે. તેણે પીએમ મોદીને જીતની શુભેચ્છા પણ પાઠવી હતી. કંગના સહિત ઘણાં બોલિવૂડ સેલેબ્સ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં.

2014 કરતાં ભવ્ય સમારંભ
2014 કરતાં પણ આ વખતે શપથ સમારંભ વધુ ભવ્ય હશે. તે વખતે 3500 મહેમાનો આવ્યા હતાં. આ વખતે પણ શપથ વિધિ ફોર કોર્ટમાં થવાની છે.

અનેક હસ્તીઓને આમંત્રણ
સૂત્રોના મતે, ઉદ્યોગ જગતમાંથી મુકેશ અંબાણી, ગૌતમ અદાણી તથા રતન ટાટા હાજર રહેશે. આ સિવાય પીરામલ ગ્રૂપના અજય પીરામલ, સિસ્કો સિસ્ટમ્સના પૂર્વ સીઈઓ જ્હોન ચેમ્બર્સ, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના ચેરમેન ક્રિસ્ટીન લેગાર્ડ સહિતની હસ્તીઓ આવશે. આ સિવાય સ્પોર્ટ્સમાંથી પી ટી ઉષા, રાહુલ દ્રવિડ, અનિલ કુમ્બલે, શ્રીનાથ, હરભજન સિંહ, સાઈના નેહવાલ, પુલેલા ગોપીચંદ, દિપા કર્માકર પણ મહેમાનોની યાદીમાં સામેલ છે. બોલિવૂડમાંથી શાહરુખ ખાન, કંગના, સંજય લીલા ભણશાલી, કરન જોહર સહિતના સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here