Thursday, October 21, 2021
Homeશબાના આઝમીએ મોદીને શુભેચ્છા આપી તો સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રોલ કરીને પૂછ્યું,...
Array

શબાના આઝમીએ મોદીને શુભેચ્છા આપી તો સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રોલ કરીને પૂછ્યું, પાકિસ્તાન ક્યારે જશો?

મુંબઈઃ લોકસભા ચૂંટણીમાં ભાજપ તથા એનડીએને જંગી બહુમતી મળી છે. પરિણામ બાદ બોલિવૂડ એક્ટ્રેસ શબાના આઝમીએ પીએમ મોદીને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી હતી, ‘ભારતની જનતાએ કેટલો મજબૂત જનાદેશ આપ્યો છે. નરેન્દ્ર મોદી તથા ભાજપાના નેતૃત્ત્વવાળી એનડીએને ઘણી જ શુભેચ્છા.’ જોકે, આ ટ્વીટને કારણે શબાના ઘણાં જ ખરાબ રીતે સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે. યુઝર્સ તેમને પૂછી રહ્યાં છે કે પાકિસ્તાન ક્યારે જવાના?

સોશિયલ મીડિયા યુઝર્સની કેટલીક કમેન્ટ્સ
શબાનાની ટ્વીટ જોતા જ એક યુઝરે લખ્યું હતું કે અટલ બિહારી વાજપેઈની ચલાવેલી બસથી પાકિસ્તાન જતા રહો. તો અન્ય એકે કહ્યું હતું કે તમને શુભેચ્છા આપતા જોઈને સારું લાગ્યું. તમારા પતિ તથા દીકરાને કહો કે આગામી પાંચ વર્ષ સુધી નરેન્દ્ર મોદીજી જ પ્રધાનમંત્રી છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે રાતે પણ પાકિસ્તાન જવા માટેની ઘણી ગાડીઓ છે. ક્યારે નીકળો છો? એક યુઝરે લખ્યું હતું કે શુભેચ્છા તો પછી થશે, તમે બતાવો, તમે જાવ છો ક્યારે?

યુઝર્સ કેમ પાકિસ્તાન જવાનું કહે છે?
થોડાં સમય પહેલાં શબાના આઝમીને લઈ એવી ચર્ચા હતી કે તેમણે એમ કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી બીજીવાર સત્તામાં આવશે તો તેઓ દેશ છોડીને જતા રહેશે. જોકે, શબાનાએ આ વાતને ખોટી ગણાવી હતી. તેમણે ટ્વીટમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભારતમાં જન્મ્યા છે અને જીવનના અંતિમ શ્વાસ સુધી અહીંયા જ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments