શરદ પવારે પાર્ટીના કાર્યકર્તાઓને આપી સલાહ, કહ્યું – RSS પાસેથી શીખો

0
33

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સૂચન કર્યું છે કે કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પાસે દ્રઢ નિશ્ચય શીખવો જોઇએ. ખાસ કરીને એવી રીતે જેમ તેઓ મતદાતાઓ સુધી પહોંચે છે.
ગુરૂવારે પિંપરી-ચિંચવાડમાં સંબોધન કરતાં શરદ પવારે કાર્યકર્તાઓને જણાવ્યું કે લોકોની સાથે સંપર્ક સ્થાપિત કરે. આ માટે કાર્યકર્તાઓ આરએસએસ પાસેથી શીખ લઇ શકે છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે એક ભાજપના નેતાએ વાતચીત દરમિયાન મને જણાવ્યું હતું કે દ્રઢ નિશ્ચય અને અનુશાસને અમારી મદદ કરી હતી.

લોકો સાતે જોડાવાની અને વાતચીત કરવાની તેમની સ્કિલ મહત્વપૂર્ણ છે, આપણે તેમનું અનુકરણ કરવું જોઇએ. એનસીપી અધ્યક્ષ શરદ પવાર મવાલ લોકસભા બેઠકની સમીક્ષા કરી રહ્યાં હતા. અહીં અજીત પવારના દિકરા પાર્થ પવારને હારનો સામનો કરવો પડ્યો હતો. શરદ પવારે કહ્યું કે ચૂંટણી દરમિયાન આરએસએસે ભાજપને સૌથી મોટુ સમર્થન આપ્યું છે.

આરએસએસ ડોર-ટૂ-ડોર અભિયાન હેઠળ મતદાતાઓ સુધી પહોંચે છે. ભાજપને 2014 અને 2019માં આરએસએસના નેટવર્કનો ફાયદો મળ્યો છે. શરદ પવારે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે.

લોકસભા ચૂંટણીમાં હાર બાદ તમામ વિપક્ષી દળ હારની સમીક્ષા કરી રહ્યાં છે. આ વચ્ચે એનસીપી અધ્યક્ષ શરદ પવારે ચૂંટણીમાં હાર બાદ આરઆરએસના પગલે ચાલવાનું મન બનાવી લીધુ છે. શરદ પવારે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને સૂચના આપી છે કે તેઓ RSSના પગલા પર ચૂંટણી પ્રચાર કરે અને લોકોના ઘરે-ઘરે જઇને તેમની સાથે સંપર્ક કરે અને પાર્ટીનો સંદેશ તેમની સુધી પહોંચાડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here