શહિદ તો ઓફ ડ્યુટી પણ હિરો હોય એ મેજર શશી ઘરણએ સાબિત કરી બતાવ્યું, મંગેતરને લકવો…..

0
27

શહીદ. આ શબ્દ સાંભળતા આપણા મનમાં સન્માનની ભાવના સાથે પ્રેમ ઉદ્ભવવાની શરૂઆત થાય છે. તેમનું દેશ માટે બલિદાન અને સમર્પણના કારણે આ અભિવ્યક્તિ આપણા મનમાં આવે છે. પરંતુ અમે તમને એક એવા મેજર વિશે જણાવીએ કે તે માત્ર ડ્યુટી પર જ નહીં પણ ઑફ-ડ્યુટી પણ હીરો છે.

મેજર શશી ધરણ વી. નાયર. મેજર શશી 11 જાન્યુઆરીના રોજ પેટ્રોલીંગ દરમિયાન વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા. તે જમ્મુ કાશ્મીરનાં રાજોરી જીલ્લામાં ફજર બજાવતા હતા. વિસ્ફોટ એટલો ધમાકેદાર હતો કે જીપગાડીને સમુળતી ઉડાવી દીધી હતી. 13 જાન્યુઆરીના રોજ શહીદ મેજર શશી ધરણ વી. નાયરને પૂણેમાં પૂર્ણ લશ્કરી સન્માન સાથે છેલ્લા સલામ આપવામાં આવ્યા હતા. મેજર શશી માત્ર ફરજ પૂરતા જ નહીં પણ વ્યક્તિગત જીવનમાં પણ એક રોલ મોડેલ હતા. મેજર નાયરે તેની મંગેતરને લકવા હોવા છતા પણ તેની સાથે લગ્નજીવન વિતાવવાનો નિર્ણય કરીને એમની સાથે લગ્ન કર્યા હતા.

સગાઈના સમયે તેમની મંગેતર તૃપ્તિ સંપૂર્ણપણે બરાબર હતી. પરંતુ લગ્ન સમયે કમરનાં નીચેનાં ભાગમાં લકવો થઈ ગયો. પરંતુ મેજરે તેમના વચનને નિભાવતા અને એનો આદર કરતા તેમણે તૃપ્તિ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તેમણે એ પણ નક્કી કર્યું કે તે પોતે જે પાર્ટી અને ઉત્સવોમાં જશે ત્યાં પણ પત્નીને લઈને જશે.

મેજરના પરિવારમાં પત્ની ઉપરાંત માતા અને પિતા પણ છે. મૂળરૂપે કેરળમાં રહેતા મેજર પૂણેના ખડકવાસલામાં રહેતા હતા. તેમણે પુણેમાં ફર્ગ્યુસન કૉલેજમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેના મિત્રો કહે છે કે બાળપણથી શશી લશ્કરમાં જોડાવા માંગતો હતો. તેમનું સ્વપ્ન પણ પૂરું થયું. પરંતુ તેઓ આટલી ઝડપથી દુનિયામાંથી રજા લેશે એની કલ્પના કરી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here