શહીદના અંતિમ સંસ્કારમાં મજાક મસ્તી કરતા દેખાયા મંત્રીઓ, સોશિયલ મીડિયા પર અનેક તસવીરો વાયરલ

0
60

મેરઠ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેરઠના અજય કુમારના મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ પણ સામેલ થયા હતા પરંતુ અહીં તેમને સામાન્ય જનતાના ગુસ્સાને સહન કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં જોવા મળ્યું છે કે, સત્યપાલ સિંહ શહીદના અંતિમ સંસ્કાર સમયે સ્થાનિક નેતાઓ સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા.

પરિવારજનો ભડક્યાં એટલે માંગવી પડી માફી

 જ્યારે આખું ગામ અજય કુમાર સહિત અન્ય જવાનોની શહીદીના દુ:ખમાં ડૂબેલું હતું ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં ભાજપના નેતાઓનું હસવું પરિવારજનોને ગમ્યુ હતું. તેમણે આ વિશે વિરોધ પણ નોંધાવ્યો અને જ્યારે વિવાદ વધી ગયો ત્યારે કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહે હાથ જોડીને માફી માંગવી પડી હતી. આ દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ અને મેરઠ ભાજપના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ પણ હાજર હતાં.

શહીદના અંતિમ સંસ્કારમાં જૂતા પહેરીને બેઠા હતા મંત્રીઓ

 મેરઠમાં શહીદ અજય કુમારના અંતિમ સંસ્કારમાં મંત્રી સહિત ઘણાં નેતાઓ જૂતા પહેરીને પણ બેઠા હોવાથી સ્થાનિક અને પરિવારજનો ગુસ્સે થઈ ગયા હતા. લોકોનો ગુસ્સો જોઈને મંત્રીઓ અને નેતાઓએ જૂતા ઉતારી દેવા પડ્યા હતા. આ વિવાદ એટલી હદે વણસી ગયો હતો કે, પોલીસે જનતાને કાબૂમાં લેવી પડી હતી. ભાજપ નેતાઓની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહી છે. યુઝર્સ સતત ભાજપના નેતાઓની નિંદા કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here